Homeસિનેમાવાદજાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ પોતાના જ સ્ટૂડિયોમાં આત્મહત્યા કરી, અનેક ફિલ્મોના...

જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ પોતાના જ સ્ટૂડિયોમાં આત્મહત્યા કરી, અનેક ફિલ્મોના સેટ બનાવ્યા હતા

Team Chabuk-Entertainment Desk: જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ (nitin desai) મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી છે. તેમના મેનેજરે જણાવ્યું કે, તેણે રાત્રે 3.30 વાગ્યે મુંબઈ નજીક કર્જતમાં તેમના એનડી સ્ટુડિયોમાં ફાંસી લગાવી લીધી છે. તેમની ઉંમર 58 વર્ષની હતી. તે પોતાનો મોટાભાગનો સમય આ સ્ટુડિયોમાં જ પસાર કરતા હતા.

નીતિન દેસાઈએ હમ દિલ દે ચૂકે સનમ, લગાન, દેવદાસ, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો માટે સેટ ડિઝાઇન કર્યા હતા. તેમને ચાર વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. છેલ્લી વાર તેમણે પાણીપત ફિલ્મ માટે કામ કર્યું હતું. મહારાષ્ટ્રના વિધાનસભ્ય મહેશ બાલ્ડીએ જણાવ્યું કે, તેઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ તેની આત્મહત્યાનું કારણ હોઈ શકે છે.

nitin desai

નીતિન દેસાઈએ પોતાના કરિયરની શરૂઆત 1987માં ટીવી શો ‘તમસ’થી કરી હતી. તે એક જ સેટ પર 13 દિવસ અને 13 રાત રોકાયા હતા. આમિર ખાનની ફિલ્મ ‘મંગલ પાંડે- ધ રાઇઝિંગ’નું સૌથી પહેલા એનડી સ્ટુડિયોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધુર ભંડારકરની ‘ટ્રાફિક સિગ્નલ’ અને આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’નું શૂટિંગ થયું. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય અને રિતિક રોશન 6 મહિના સુધી સેટ પર રહ્યા હતા. વોન્ટેડ, બોડીગાર્ડ, પ્રેમ રતન ધન પાયો, કિક જેવી સલમાન ખાનની દરેક મોટી ફિલ્મોનું શૂટિંગ અહીં થયું છે. નીતિન દેસાઈએ કહ્યું હતું કે, સલમાનને પ્રકૃતિની નજીક રહીને શૂટિંગ કરવાનું પસંદ છે, તેથી જ તેણે આ સ્ટુડિયો પસંદ કર્યો છે. તે ‘પ્રેમ રતન ધન પાયો’ માટે 90 દિવસ સુધી સેટ પર રહ્યા હતા.

મહત્વનું છે કે, મુંબઈ નજીક કર્જતમાં વર્ષ 2003માં નીતિન દેસાઈએ એનડી સ્ટૂડિયોની સ્થાપના કરી હતી. આ સ્ટૂડિયો 52 એકરમાં ફેલાયેલો છે. આ સ્ટૂડિયોમાં ભારતનો પ્રથમ થીમ પાર્ક પણ બન્યો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments