Homeદે ઘુમા કેHoli 2023: ટીમ ઈન્ડિયા પર ચઢ્યો હોળીનો રંગ, રંગ બરસે ગીત પર...

Holi 2023: ટીમ ઈન્ડિયા પર ચઢ્યો હોળીનો રંગ, રંગ બરસે ગીત પર કોહલી, રોહિતે કર્યો ડાન્સ, VIDEO

Team Chabuk-Sports Desk: ભારતીય ટીમના ખેલાડીઓએ અમદાવાદ ટેસ્ટ પહેલા શાનદાર રીતે હોળી રમી ઉજવણી કરી છે. આ દરમિયાન ખેલાડીઓએ ટીમની બસમાં જ હોળીની ઉજવણી કરી હતી. ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલે હોળીની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયોમાં વિરાટ કોહલી સૌથી આગળ હોળીની ઉજવણી કરતો જોવા મળી રહ્યો છે. તે રંગ બરસે ગીત પર ડાન્સ કરી રહ્યો છે. કેપ્ટન રોહિત શર્મા તેના પર પાછળથી ગુલાલ ઉડાડી રહ્યો છે. શ્રેયસ અય્યર સહિત ટીમના તમામ ખેલાડીઓ રંગબેરંગી ગુલાલથી રંગાયેલા છે. ટીમનો સપોર્ટ સ્ટાફ પણ હોળીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે.

બેટ્સમેન ઈશાન કિશને હોળીની ઉજવણી કરતી ભારતીય ટીમનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તમામ ખેલાડીઓ બૂમો પાડીને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ વીડિયોમાં પણ તમામ ખેલાડીઓ રંગીન જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરતા ઈશાને લખ્યું કે બધાને હોળીની શુભકામના.

ટીમ ઈન્ડીયા આવતીકાલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવા માટે મેદાને પડવાની છે. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ધૂળેટીના અવસરે ટીમ ઈન્ડીયા ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી અને ચોથી ટેસ્ટ રમવાની છે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડીયાના ક્રિકેટરો હોળી મનાવતા જોવા મળ્યાં હતા.

બસમાં મનાવી હોળી

આવતીકાલની ટેસ્ટ પહેલા આજે ટીમ ઈન્ડીયા મોદી સ્ટેડિયમમાં જઈને પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ બાદ સાંજના ટીમ ઈન્ડીયાના ક્રિકેટરો તેમની હોટલમાં આવતા હતા તે દરમિયાન બસમાં તેમણે બધાએ ભેગા થઈને હોળી મનાવી હતી. બેટર શુભમન ગીલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને ગિલ ટીમની બસમાં બાકીના ક્રિકેટરો સાથે હોળીના રમતાં જોવા મળ્યાં હતા. તેમણે એકબીજા પર રંગ અને ગુલાલ ઉડાવ્યો હતો અને આ રીતે હોળી મનાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments