Homeદે ઘુમા કેપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બીજી વખત પિતા બન્યો, પત્ની હેઝલ કીચે દિકરીને...

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બીજી વખત પિતા બન્યો, પત્ની હેઝલ કીચે દિકરીને જન્મ આપ્યો

Team Chabuk-Sports Desk: પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ બીજી વખત પિતા બન્યો છે. યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે દિકરીને જન્મ આપ્યો છે. દિગ્ગજ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેના ચાહકોને આ ગુડ ન્યુઝ આપ્યાં છે. પૂર્વ ક્રિકેટર યુવરાજે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમના ઘરે દિકરીનો જન્મ થયો છે.

યુવરાજ સિંહે તેની પત્ની હેઝલ કીચ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં બંને પોતાના બાળકો સાથે જોવા મળી રહ્યા છે. પોસ્ટ શેર કરતા યુવરાજ સિંહે લખ્યું, ‘ સ્લીપલેસ લાઇટ ત્યારે સારી લાગવા લાગી જ્યારે રાજકુમારી આભાએ અમારો પરિવાર પૂર્ણ કરી દીધો’. આ પહેલા યુવરાજ સિંહ જાન્યુઆરી 2022માં એક પુત્રનો પિતા બન્યો હતા.

વર્ષ 2016માં યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્ન થયા હતા. આ પહેલા યુવરાજ સિંહ અને હેઝલની લવસ્ટોરી પણ ચર્ચામાં રહી હતી. હેઝલ સાથે લગ્ન કરવા માટે યુવરાજને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં યુવરાજે કહ્યું હતું કે, હેઝલે લગભગ 3 મહિના પછી સોશિયલ મીડિયા પર તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. હેઝલ કીચ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તે સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે કરીના કપૂરની મિત્રની ભૂમિકા ભજવી હતી.

yuvraj singh become father

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments