Team Chabuk-Gujarat Desk: શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવને પ્રશન્ન કરવાનો મહિનો. કહેવાય છે કે, શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. પરંતુ જો તમે શ્રાવણ મહિનામાં કેટલીક ભૂલો કરો છો તો ભગવાન નાારાજ થાય છે.
શું ન કરવું
શ્રાવણના મહિનામાં શિવભક્તે માંસ-મદિરાનું સેવન ન કરવું. જે લોકો નોનવેજ ખાય છે તેમણે શ્રાવણ મહિનામાં તેનાથી દૂર રહેવું હિતાવહ છે.
ખોટું ન બોલવું
ખોટું બોલીને કોઈપણ કામ કરવું નહીં. ભોળાનાથ ખરેખર ભોળા છે તેવું મનાય છે. તેઓ હ્રદયપૂર્વક કરેલી નાનામાં નાની પૂજા સ્વીકારે છે પરંતુ તેમને જૂઠ્ઠાણાનો સહારો લઈને કામ કરતા વ્યક્તિ પસંદ નથી.
વડીલોનું સન્માન કરો
આપણાથી મોટા લોકોનું આપણે માન જાળવવું જોઈએ. પછી તે મોટા ભાઈ બહેન, માતા-પિતા કે દાદા દાદી કે આપણાથી મોટી ઉંમરની કોઈ પણ અજાણી વ્યકતિ હોય. જો તમે વારંવાર વડીલો પર કારણ વગરનો ગુસ્સો કરો છો તો ભગવાન શિવને પ્રસન્ન નહીં કરી શકો. ક્રોધથી દૂર રહો અને ઘરના બધા સભ્યોની સાથે સારો વ્યવહાર કરો. ક્રોધ કરવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે.
આ ઉપરાંત શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરો છો તો તેના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરો. વ્રતને ક્યારેય પણ અધૂરા છોડશો નહીં. જેમ કે કેટલાંક લોકો ચાર સોમવારનો સંકલ્પ કરે છે પરંતુ બે કરીને છોડી દે છે. વ્રત દરમિયાન તેનું આચરણ સંપૂર્ણ રીતે પવિત્ર રહેવું જોઈએ. તેનાથી મહાદેવ ખૂશ થશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત