Homeદે ઘુમા કેયુવરાજ સિંહે રમેલી આ વિસ્ફોટક ઈનિંગ જોયા પછી કોઈને પણ તેને ટીમમાં...

યુવરાજ સિંહે રમેલી આ વિસ્ફોટક ઈનિંગ જોયા પછી કોઈને પણ તેને ટીમમાં લઈ લેવાનું મન થાય

Team Chabuk- Sports Desk: પૂર્વ ભારતીય ખેલાડી યુવરાજ સિંહ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગના કારણે ચર્ચામાં આવ્યો છે. ફરી એકવાર યવરાજ સિંહે મેદાનમાં બોલર્સનો પસીનો છોડાવ્યો હતો. હાલ ચાલી રહેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં યુવરાજના બેટની ધાર ફરી જોવા મળી હતી. યુવરાજે એક મેચમાં છ છગ્ગા ફટાકારી દીધા. જો કે, આ વખતે તેણે આ કારનામુ આઠ બોલમાં કર્યું હતું.

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને સિક્સર કિંગના નામથી જાણીતો યુવરાજ સિંહ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઈન્ડિયા લેજન્ડ્સ તરથી રમી રહ્યો છે. 13 માર્ચે જ સાઉથ આફ્રિકા લેજન્ડ્સ સામે ઈન્ડિયા લેજન્ડ્સનો મુકાબલો હતો. જેમાં યુવરાજે 8 બોલમાં 6 છગ્ગા ફટકારી દીધા હતા. આ મેચમાં યુવરાજે કુલ 22 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. 21 બોલમાં જ યુવરાજે પોતાના 50 રન પૂરા કર્યા હતા. યુવરાજ સિંહની શાનદાર ઈનિંગથી ઈન્ડિયા લેજન્ડ્સનો સ્કોર 204 રને પહોંચી ગયો હતો.

યુવરાજ મેદાનમાં ઉતરતાની સાથે જ જૂના અંદાજમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. મેચમાં 18મી ઓવર માટે સાઉથ આફ્રિકા તરફથી ડી બ્રુઈનના હાથમાં બોલ હતો. આ ઓવરમાં યુવરાજ સિંહે 4 બોલમાં ચાર છગ્ગા ફટકારી દીધા. પહેલો બોલ ડોટ ગયા બાદ યુવરાજ સિંહનો મૂડ બદલ્યો હતો. ત્યારબાદ ચાર બોલમાં ચાર છગ્ગા અને છેલ્લો બોલ ફરી ડોટ ગયો હતો. યુવરાજની આ તાબડતોબ બેટિગના કારણે ફેન્સને એ દિવસો યાદ આવી ગયા હતા જ્યારે યુવરાજે બ્રોડની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સ ફટકારી હતી. મેચમાં યુવરાજે બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ કમાલ કરી હતી. યુવરાજે સાઉથ આફ્રિકા લેજન્ડ્સના કુલ 2 ખેલાડીઓને પવેલિયન ભેગા કર્યા હતા.
ઈન્ડિયા લેજન્ડ્સે આ મેચ 56 રનથી જીતી લીધી હતી. ઈન્ડિયા લેજન્ડ્સના વિશાળ સ્કોર સામે સાઉથ આફ્રિકા લેજન્ડ્સ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 148 રન જ બનાવી શકી હતી.


આ મેચમાં યુવરાજ સિંહ ઉપરાંત કેપ્ટન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ કમાલ કરી હતી. સચિને મેચમાં 37 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 60 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત બદ્રીનાથે 34 બોલમાં 42, યુસુફ પઠાણે 10 બોલ પર 2 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 21 અને ગોનીએ 9 બોલ પર 1 છગ્ગાની મદદથી 16 રન ફટકાર્યા હતા. આ મેચમાં યુસુફ પઠાણે 3 વિકેટ ઢડપી હતી. જ્યારે યુવરાજ સિંહે 2, વિનય કુમારે 1 અને પ્રજ્ઞાન ઓઝાએ 1 વિકેટ ઝડપી હતી.

19 સપ્ટેમ્બર 2007માં યુવરાજ સિંહે સાઉથ આફ્રિકાના કિંગ્સમીડમાં ઈતિહાસ રચી દીધો હતો. યુવરાજે ઈંગ્લેન્ડના યુવા ખેલાડી સ્ટુઅર્ડ બ્રોડની એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકારી દીધા હતા. બ્રોડ સામે યુવીએ ચારે દિશામાં અદભૂત અને ક્યારેય ન ભૂલાય તેવા શોટ્સ ફટકાર્યા હતા.

યુવરાજની એ છ સિક્સ

આ મેચમાં યુવરાજે માત્ર 12 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ટી-20માં આજે પણ યુવીનો આ રેકોર્ડ યથાવત છે. આજે પણ યુવરાજ સિંહનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments