Team Chabuk-International Desk: વિશ્વમાં એકથી એક ચડીયાતા અને ખતરનાર યુદ્ધ થયા છે. જેમાં જાન માલની ખુવારી તો થઈ જ છે પણ પ્રદેશના પ્રદેશ હતાં ન હતાં થઈ ગયા છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો આવા જ કેટલાક યુદ્ધોની ઝાંખી થયા વિના ન રહે. યુદ્ધમાં હંમેશાં કોઈ રાષ્ટ્ર પર મંદી આવી જાય અને કોઈ રાષ્ટ્ર તહેસ નહેસ થઈ જાય. યુદ્ધમાં કેટલા સૈનિકો માર્યા ગયા તેની જાણકારી રાખવામાં આવે છે. કોણે કોના પર હુમલો કર્યો એ યાદ રાખવામાં આવે છે. યુદ્ધ થયા પછી તેના માટે જવાબદાર કારણ શું હતાં એ જાણવામાં આવે છે. ઈતિહાસમાં આવા કારણો ભણવામાં આવે છે. પણ આજે એક એવા યુદ્ધની વાત કરીશું જેનું કારણ એક લાકડાની ડોલ હતું.
આ ઘટના ઘટી હતી 1325ની સાલમાં. એ વખતે ઈટાલીમાં ધાર્મિક તણાવ ચરમસીમાએ ચાલ્યો ગયો હતો. અહીંના બે રાજ્યો બોલોગ્ના અને મોડેનાની વચ્ચે વારંવાર યુદ્ધો થતાં રહેતા હતાં, કારણ કે બોલોગ્નાને ઈસાઈના ધર્મગુરૂ પોપનું સમર્થન મળેલું હતું. જ્યારે મોડેનાને રોમન સમ્રાટનું સમર્થન પ્રાપ્ત થયેલું હતું. વાસ્તવમાં બોલોગ્નાના લોકોનું માનવું હતું કે પોપ જ ઈસાઈ ધર્મના સાચા ગુરૂ છે. જ્યારે મોડેનાના લોકો માનતા હતા કે રોમન સમ્રાટ અસલી ગુરૂ છે. એક ઈશ્વરીય પૂજામાં માનતું હતું અને બીજું વ્યક્તિ પૂજામાં માનતું હતું.
બોલોગ્ના અને મોડેનાની વચ્ચે 1296માં એક યુદ્ધ તો પહેલા જ લડાઈ ચૂક્યું હતું. એ પછીથી બંને રાજ્યો વચ્ચે તણાવ વધતો ચાલ્યો ગયો હતો. લાગતું કે કોઈ દિવાસળી સળગાવે તો હમણાં ભડકો થઈ જાય.
ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે રિનાલ્ડો બોનાકોલ્સીના શાસનકાળમાં મોડેના કંઈક વધારે જ આક્રામક પ્રવૃતિનું થઈ ગયું અને વારંવાર બોલોગ્ના પર હુમલા કરવા લાગ્યું હતું. બંને દેશો વચ્ચેનો આ તણાવ એક મોટા યુદ્ધમાં પરિવર્તિત થઈ ગયો હતો. જ્યારે 1325માં મોડેનાના કેટલાક સૈનિકો ચૂપચાપ બોલોગ્નાના કિલ્લામાં ઘુસી ગયા અને ત્યાંથી લાકડાની એક ડોલ ચોરી લીધી.
ઈતિહાસમાં કહેવાય છે કે એ ડોલ હીરા અને ઝવેરાતોથી ભરેલી હતી. જ્યારે કીંમતી રત્નોથી ભરેલી ડોલ ચોરી થયાની ખબર બોલોગ્નાના સેનાપતિને મળી તો તેમણે મોડેનાને તે પરત આપવાનું કહ્યું. પણ વાત વાતમાં ઝઘડો કરનારા મોડેનાએ સાફ સાફ શબ્દોમાં ના પાડી દીધી. એ પછી બોલોગ્નાએ મોડેનાની વિરૂદ્ધ યુદ્ધ કરવાની ઘોષણા કરી દીધી.
બોલોગ્નાની પાસે એ સમયે 32 હજાર લોકોની સેના હતી. જ્યારે મોડેનાની પાસે માત્ર સાત હજાર સૈનિક હતા. બંને રાજ્યોની વચ્ચે સવાર સવારમાં યુદ્ધ શરૂ થયું અને અડધી રાત સુધી ચાલ્યું.
ચોંકાવનારી વાત એ હતી કે ખૂબ ઓછા સૈનિકો હોવા છતાં આ યુદ્ધમાં જીત મોડેનાની થઈ હતી. આ યુદ્ધમાં બે હજાર કરતા વધારે સૈનિકો મોતને ઘાટ ઉતરી ગયા હતા. બોલોગ્ના અને મોડેનાની વચ્ચે થયેલા આ યુદ્ધને વોર ઓફ ધ બકેટ અથવા તો વોર ઓફ ધ ઓકેન બકેટ ના નામથી ઓળખવામાં આવે છે. આજે પણ એ ડોલ સંગ્રહાલયમાં રાખવામાં આવી છે. જેના માટે ભીષણ યુદ્ધ છેડાયું હતું અને વધારે સંખ્યાબળ ધરાવતા બોલોગ્નાનો ઓછા સંખ્યાબળ ધરાવતા મોડેનાના હાથે પરાજય થયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત