Homeદે ઘુમા કેરવિન્દ્ર ઘાયલ થયો અને ચહલને દોડવું હતું ને ઢાળ મળ્યો

રવિન્દ્ર ઘાયલ થયો અને ચહલને દોડવું હતું ને ઢાળ મળ્યો

વનડે સિરીઝમાં 2-1થી જીત મેળવી આત્મવિશ્વાસથી સભર એવી ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ ટી ટ્વેન્ટીમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમને જીત અપાવવામાં યોગાનુંયોગ ચહલ અને રવિન્દ્ર જાડેજાનું મેચમાં ઘાયલ થવું આ ઘટનાએ મોટી ભૂમિકા ભજવી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમ પત્તાના મહેલની માફક ચહલે પાડી દીધી હતી. ત્રણ મેચની ટી-20 સિરીઝમાં ભારતે 1-0થી લીડ મેળવી લીધી છે. કેનબરામાં રમાયેલી પ્રથમ ટી-20 મેચ ભારતે 11 રનથી જીતી લીધી છે. 162 રનનો પીછો કરતી ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 150 રન જ કરી શકી હતી.

રાહુલની વધુ એક ફિફ્ટી

ભારતે 20 ઓવરમાં 7 વિકેટ 161 રન કર્યા હતા. ભારત તરથી સૌથી વધુ 51 રન કે.એલ.રાહુલે ફટકાર્યા. તેણે 40 બોલમાં 1 સિક્સ અને 5 ચોગ્ગાની મદદથી 51 રન નોંધવ્યા હતા. ટી-20માં વધુ એક ફિફ્ટી સાથે રાહુલે 12મી ફિફ્ટી પુરી કરી હતી.

જાડેજાએ ધોનીનો રેકોર્ડ તોડ્યો

રવિન્દ્ર જાડેજાએ તાબડતોબ બેટિંગ કરતા 23 બોલમાં 1 સિક્સ અને 5 ચોગ્ગાની મદદથી 44 રન ફટકારી દીધા હતા. જો કે, ઈજાગ્રસ્ત થતાં તેને મેદાન છોડવું પડ્યું હતું. તેની જગ્યાએ રિપ્લેસમેન્ટમાં ચહલને સ્થાન અપાયું હતું. 20મી ઓવરમાં મિચેલ સ્ટાર્કનો બોલ રવિન્દ્ર જાડેજાને વાગ્યો હતો. જાડેજા સાતમાં ક્રમે આવીને 44 રન નોંધાવી ભારત માટે ટી-20માં સૌથી વધુ રન ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ એમ.એસ.ધોનીના નામે હતો. તેણે 2012માં ઈંગ્લેન્ડ સામે 38 રન નોંધાવ્યા હતા.

પ્લેઈંગ ઈલેવનમાં ન હોવા છતાં 3 વિકેટ

યુઝવેન્દ્ર ચહલને રવિન્દ્ર જાડેજાની જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું હતુ. તેનું નામ પ્લેઈંગ ઈલેવનમાં ન હતુ. જાડેજાને માથાના ભાગે બોલ વાગતા કન્શન સબ્સ્ટીટ્યૂટ તરીકે યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવ્યો હતો. કોઈ ખેલાડીને મેચ દરમિયાન માથાના ભાગે વાગે તો તેને ‘કન્શન’ કહેવામાં આવે છે. જાડેજાની જગ્યાએ આવેલા ચહલે બોલિંગ પણ નાખી હતી. ચહલે પોતાના સ્પેલમાં 25 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ચહલ મેદાનમાં આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયાના કોચ લેન્ગરે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, નિયમ મુજબ અમ્પાયરે જાડેજાના બદલામાં ચહલને રમવાની મંજૂરી આપી હતી.

આ ખેલાડીએ નિરાશ કર્યા

વિરાટ કોહલી, શિખર ધવન અને મનીષ પાંડેએ નિરાશ કર્યા હતા. ત્રણે ખેલાડીઓ ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા ન હતા. ધવન 1, કોહલી 9 અને મનીષ પાંડે 2 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો.

સ્મીથ, મેક્સીનું બેટ શાંત રહ્યું

ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચે 35, ડાર્સી શોર્ટે 34 અને મોઝેઝ હેનરિક્સે 30 રન નોંધાવ્યા હતા. જ્યારે ભારતીય બોલર્સ સ્મીથ અને મેક્સવેલના બેટને શાંત રાખવામાં સફળ રહ્યા હતા. સ્મિથને ચહલે 12 રનમાં અને નટરાજને મેક્સવેલને 2 રનમાં મેદાન બહારનો રસ્તો બતાવ્યો હતો. ભારત તરફથી ચહલ અને નટરાજને 3-3 જ્યારે દીપક ચહરે એક વિકેટ ઝડપી હતી.

હેનરિક્સના 3 શિકાર

ઓસ્ટ્રેલિયા તફથી હેનરિક્સે 3, સ્ટાર્કે 2 જ્યારે એડમ ઝમ્પા અને સ્વેપ્સને 1-1 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ટી ટ્વેન્ટીમાં ભારતે જીતથી શરૂઆત કરતા હવે રવિવારે રમાનારી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સારું પ્રદર્શન કરવું પડશે. અન્યથા વનડેમાં ભારતની જે સ્થિતિ થઈ તે ટી ટ્વેન્ટીમાં ઓસ્ટ્રેલિયાની થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments