Homeગામનાં ચોરે8 ડિસેમ્બરે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન

8 ડિસેમ્બરે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન

ગોવાબાપા : હે ચાબુક તને તો ખબર છે કે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ સરકારને બરાબરની અજગર ભરડામાં લીધી છે. હવે ખબર મળી છે કે 8 ડિસેમ્બરના રોજ આ લોકો ભારત બંધ કરાવવાનું એલાન કર્યું છે. એટલું જ નહીં આવતીકાલે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૂતળાને સળગાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આજે સિંધુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરી ખેડૂતોએ કહ્યું કે, એમએસપી પર સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે. અમે ત્રણ કાયદા પરત લેવડાવીને જ રહીશું. ખેડૂત નેતાએ કહ્યું છે કે, આંદોલનને વધારે વેગવંતુ બનાવવામાં આવશે. 8 ડિસેમ્બરના રોજ ભારત બંધ રહેશે. તમામ ટોલ પ્લાઝા પણ બંધ કરાવીશું. આ સાથે જ દિલ્હી આવન-જાવનના રસ્તા પણ બંધ કરાવી દઈશું.

આંદોલન કરનારા નેતાઓએ કહ્યું છે કે, આજે તમિલનાડુ અને કર્ણાટકમાં પણ અમારું પ્રદર્શન હતું. હવે આ ખેડૂતોને પણ દિલ્હીનું તેડુ મોકલી દેવામાં આવ્યું છે. કહી રહ્યા છે કે, આખા દેશના ખેડૂતોને દિલ્હીમાં આવવાનું આહ્વાન કરી દીધું છે. હવે લડાઈ આર-પારની થશે.

જોવાનું એ છે કે સરકાર ખેડૂતોની માંગણીઓનો સ્વીકાર કરી લે છે કે પછી ખેડૂતોનું આંદોલન યથાવત રહે છે. 8 ડિસેમ્બરે નવા જૂનીનો ખેલ જોવાનો રહેશે. જો લોકો સ્વયંભૂ ખેડૂતોના સમર્થનમાં બંધ પાળે છે તો પછી એ લોકો ખેડૂતોની સાથે જ છે એમ માની લેવાનું.

ધર્મેન્દ્રએ ટ્વીટ ડિલીટ કેમ કર્યું ?

ધર્મેન્દ્ર. આમ તો પુત્ર સન્ની દેઓલ પણ ભાજપમાં જ છે. પત્ની હેમા માલિની પણ ભાજપમાં જ છે. એમણે ખેડૂતોના સમર્થનમાં ચાબુક ટ્વીટ કર્યું હતું. ટ્વીટ કર્યા પછી ડિલીટ થઈ ગયું ત્યાં સુધીમાં તો કંઈ કેટલાય સ્ક્રિનશોટ પડી ગયા હતા. ફોલોઅર્સને ચાબુક ખબર પડી કે ટ્વીટ ડિલીટ થઈ ગયું છે એટલે એ તો જામી પડ્યા. કેટલીક મજબૂરી તો હઈશે બાકી આમ કંઈ થોડું હોય!!!

‘ધર્મેન્દ્રએ ટ્વીટમાં શું લખ્યું હતું ગોવાબાપા ?’

લખ્યું હતું કે, ‘સરકારને પ્રાર્થના છે. ખેડૂત ભાઈઓની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક શોધે. કોરોનાના કેસ દિલ્હીમાં વધી રહ્યા છે. આ પીડાદાયક છે.’

પૂર્વ રાષ્ટ્રપતિઓ રસી લેશે

ચાબુક હવે અમેરિકાના ત્રણ પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ જૂનિયર અને બરાક ઓબામા કોરોનાની જે વેક્સિનને માન્યતા મળશે તે લગાવશે. આવી જાહેરાત કરવાનું કારણ એ છે કે તેનાથી સામાન્ય જનતામાં પણ વિશ્વાસ આવી જાય. આ જ વાત પર રાષ્ટ્રપતિ બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ સહમતી દર્શાવી છે અને તેઓ પણ વેક્સિન લગાવશે.

‘ટ્રમ્પે કંઈ કીધું?‘

‘ના એની દૃષ્ટીએ તો જગતમાં ક્યાં કોરોનાનું અસ્તિત્વ જ છે.’

રાહુલ ઉપર નવજોતનું ટ્વીટ

હવે તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કહી દીધું છે ચાબુક કે કૃષિના કાળા કાયદાની નાબુદી સિવાય કંઈ ખપે નહીં. એટલે કે આજે એમણે કરેલા ટ્વીટ પર નવજોત સિંહ સિદ્ધુએ પણ સહમતી દર્શાવી હતી. જોકે એ તો એની જ પાર્ટીના નેતા છે. સહમતી ન દર્શાવે તો શું ?

રાહુલ ગાંધીએ આજે ટ્વીટર પર લખ્યું હતું કે, કાળા કૃષિ કાયદાને પૂર્ણ રૂપથી રદ કરવા સિવાય ઓછું સ્વીકાર કરવું એ ભારત અને તેના ખેડૂતો સાથે વિશ્વાસઘાત હશે. નવજોત સિંહ સિદ્ધુએ પણ આ ટ્વીટને લઈ રિટ્વીટ કર્યું અને કહ્યું કે, આને લઈને કોઈ સમજુતી નહીં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments