Team Chabuk-National Desk: જમ્મુ-કાશ્મીરમાં આજે મંગળવાર અમંગળ સાબિત થયો છે. મુસાફરો ભરેલી બસ ઉંડી ખીણમાં પડી જતાં 10 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર બની છે. જ્યારે મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી, જેમાં મોટાભાગના મુસાફરો વૈષ્ણોદેવીના દર્શન કરવા જઈ રહ્યા હતા. તમામ મુસાફરો બિહારના રહેવાસી હતા. પંચનામા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. ત્યાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

પોલીસે જણાવ્યું કે, આ બસ અકસ્માત જમ્મુ જિલ્લાના કટરાથી લગભગ 15 કિમી દૂર ઝજ્જર કોટલી પાસે થયો હતો. જમ્મુના ડેપ્યુટી કમિશનર (DC) અવની લવાસાએ માહિતી આપી હતી કે, 10 લોકો માર્યા ગયા છે અને 4 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે. બસ અમૃતસરથી કટરા તરફ જઈ રહી હતી.
પોલીસે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ લોકોને જીએમસી જમ્મુ લાવવામાં આવ્યા છે. અન્ય 12 લોકોને સ્થાનિક જાહેર આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના કેવી રીતે બની, તેની જાણકારી હજુ મળી નથી. હાલ મામલો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાગૃત મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બસ સફેદ અને ગુલાબી રંગની હતી જેના પર પ્રિન્સ ટ્રાવેલ્સ લખેલું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
