Homeગામનાં ચોરેપોર્ન ફિલ્મ જોઈ 13 વર્ષના ભાઈએ 15 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધ...

પોર્ન ફિલ્મ જોઈ 13 વર્ષના ભાઈએ 15 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઈ ગઈ

Team Chabuk-National Desk: ઈન્ટરનેટના યુગના ફાયદા ઓછા અને ગેરફાયદા વધારે છે. તેનો વરવો કિસ્સો રાજસ્થાનના અલવરમાં બનવા પામ્યો છે. અહીં એક 13 વર્ષના છોકરાએ મોબાઈલમાં પોર્ન જોઈ પોતાની 15 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને તે ગર્ભવતી બની ગઈ. હાલ તેની બહેનને છ મહિનાનો ગર્ભ છે. બાળકની ડિલીવરી કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના રાજસ્થાનના અલવર જિલ્લાના ભીવંડીની છે. કોરોનાના કારણે શાળાઓ બંધ છે. બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ મહત્તમ પ્રમાણમાં કરી રહ્યા છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં ને કરવામાં ખોટી લીન્ક ખોલી તેઓ પોર્ન સાઈટ સુધી પહોંચી જાય છે. આંખ ઉઘાડતો કિસ્સો એ છે કે 13 વર્ષનાં છોકરાએ તેની 15 વર્ષની બહેનની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. જ્યારે છોકરીનું પેટ અસામાન્ય રીતે મોટું થવા લાગ્યું ત્યારે તપાસ કરવામાં આવી અને મેડિકલ તપાસમાં સામે આવ્યું કે છોકરીને 6 મહિનાનો ગર્ભ છે.

આ પરિવાર મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. ભીવાડીમાં કામ કરે છે. જ્યારે આ વાતની તેમને ખબર પડી ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. ઘટના સામે આવ્યા બાદ તેઓ રાજસ્થાનથી સીધા મહારાષ્ટ્ર પહોંચી ગયા. મહારાષ્ટ્ર પોલીસે જ્યારે એફઆઈઆર મોકલી ત્યારે આ વાતનો ઘટસ્ફોટ થયો હતો.

પીડિતા ભીવાડીની એક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. તેનો નાનો ભાઈ સાતમાં ધોરણમાં છે. આ અંગે પોલીસ મથકના પ્રભારી રમાશંકરે જણાવ્યું કે, મહારાષ્ટ્રનો એક પરિવાર લાંબા સમયથી રાજસ્થાનના ભીવાડીમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. 15 વર્ષની પૌત્રીનું મોટું થતું પેટ જોઈ દાદીને શંકા ગઈ. તેમણે તપાસ કરાવી તો છોકરી ગર્ભવતી નીકળી. પરિવાર આસ પડોશની બીકે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેવાગ્રામમાં ચાલ્યો ગયો. બાદમાં બાળકની ડિલેવરી પણ કરાવી હતી.

આ અંગે પીડિતાએ મહારાષ્ટ્ર પોલીસને હોસ્પિટલમાં સમગ્ર ઘટનાક્રમથી અવગત કર્યા છે. આ ઘટના ડિસેમ્બર 2020ની સાલમાં બની ગતી. જેના આધાર પર મહારાષ્ટ્રની પોલીસે રાજસ્થાનની ભીવાડી પોલીસને ઝીરો એફઆઈઆર નોંધી મોકલી છે. આરોપી, પીડિતા અને હોસ્પિટલમાંથી ભ્રુણના નમૂનાને લેવા માટે રાજસ્થાનની પોલીસ ટીમ મહારાષ્ટ્રમાં પહોંચી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં એ સામે આવ્યું છે કે ભાઈ બહેન દિવસભર ફોનનો ઉપયોગ કરતા હતા. એ સમયે તેમને કેટલીક ખોટી લીન્ક પણ મળી ગઈ હતી જેમાંથી અશ્લીલ ફિલ્મો જોતા હતા. રમત રમતમાં બંનેએ સંબંધ બનાવ્યા છે. બેઉને અપરાધ વિશે કોઈ જાણકારી નથી. અત્યાર સુધી એ સામે નથી આવ્યું કે આ બંનેએ કેટલી વખત શરીર સંબંધ બાંધ્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments