Team Chabuk-Sports Desk: ભારત અને પાકિસ્તાન 24 ઓક્ટોબરના રોજ પોતાના વિશ્વકપ અભિયાનનો આરંભ કરશે. આ બંને ટીમ લાંબા સમય બાદ એકબીજાની વિરૂદ્ધ રમશે. બંને ટીમના ખેલાડીઓના વર્તમાન ફોર્મને જોતા લાગી રહ્યું છે કે આ ટક્કર કાંટાની રહેશે. જોકે મેદાન પરના આંકડાઓ કંઈક અલગ જ કહી રહ્યા છે. દુબઈના મેદાન પર ભારતીય ટીમના આંકડાઓ શાનદાર છે. મેદાન પર ટીમ ઈન્ડિયા અજય છે. આંકડાની વાત કરીએ તો પાકિસ્તાન માટે ભારતને હરાવવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે.

ટીમ ઈન્ડિયાએ દુબઈમાં છ મેચ રમ્યા છે અને પાંચમાં જીત પ્રાપ્ત કરી છે. એક મેચ ટાઈ છે. ભારતે બે વખત પાકિસ્તાનને પરાજય આપ્યો છે. પાંચમાંથી ચાર જીત ભારતે લક્ષ્યનો પીછો કરતા પ્રાપ્ત કરી હતી. દુબઈના મેદાનમાં પહેલા બેટીંગ કરતા મેચ જીતી હોય એવું એકમાત્ર હોન્ગકોન્ગ સામેના મેચમાં બન્યું છે. ભારતે મેચમાં હોન્ગકોન્ગની ટીમને 26 રનથી પરાજ આપ્યો હતો.

ટી ટ્વેન્ટી વિશ્વકપમાં પાકિસ્તાનની વિરૂદ્ધ ભારતનો રેકોર્ડ શાનદાર છે. ભારત અને પાકિસ્તાનની ટીમ વિશ્વકપમાં પાંચ વખત આમને સામને થઈ છે. અને દરેક વખતે ભારતનો હાથ ઉપર રહ્યો છે. ટી ટ્વેન્ટીમાં ભારત અને પાકિસ્તાન એકબીજાની સામે આઠ વખત ટકરાયું છે. છ વખત ભારતની ટીમે પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાવી દીધી છે અને એક મેચનો કોઈ ઉકેલ નહોતો આવ્યો. પાકિસ્તાને ભારતની વિરૂદ્ધ એકમાત્ર જીત બેંગ્લોરના સ્ટેડિમ પર મેળવી છે. 2012માં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત