Homeદે ઘુમા કેતો આ છે 2022ના મહિલા ક્રિકેટ વિશ્વકપનું સમય પત્રક - આ દેશમાં...

તો આ છે 2022ના મહિલા ક્રિકેટ વિશ્વકપનું સમય પત્રક – આ દેશમાં રમાશે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 2022માં યોજાનારા મહિલા ક્રિકેટ વિશ્વકપની જાહેરાત કરી છે. આ વખતે મહિલા વન-ડે ક્રિકેટ વિશ્વકપ ન્યૂઝિલેન્ડમાં યોજાશે. 4 માર્ચ 2022ના રોજ મહિલા ક્રિકેટ વિશ્વકપની શરૂઆત થશે. ફાઈનલ મેચ 3 એપ્રિલ 2022ના દિવસે રમાશે.

ન્યૂઝિલેન્ડના છ શહેરો મહિલા ક્રિકેટ વિશ્વકપની મેજબાની કરશે. જેમાં ઓકલેન્ડ, ટૌરંગા, હેમિલ્ટન, વેલિંગ્ટન, ક્રાઈસ્ટચર્ચ અને ડુનેડિનનું નામ સામેલ છે. ન્યૂઝિલેન્ડ અને ક્વાલિફાયર ટીમ વચ્ચે 4 માર્ચે ઉદ્ધાટન મેચ રમાશે. ઉદ્ધાટન મેચનું આયોજન ટૌરંગામાં કરાયું છે.

10 માર્ચે ભારતીય ટીમ હેમિલ્ટનના સેડોર્ન પાર્કમાં યજમાન ન્યૂઝિલેન્ડ સામે રમશે. ત્યારબાદ ભારતીય ટીમ 12 માર્ચે હેમિલ્ટનમાં જ અન્ય મેચ રમશે. 16 માર્ચે ભારતીય ટીમનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે.

2017માં ભારત અને ઈંગ્લેન્ડ ફાઈનલમાં ટકરાયા હતા. ઈંગ્લેન્ડે 2017ના વર્લ્ડકપમાં બાજી મારી હતી અને ભારતનું વિશ્વકપ જીતવાનું સ્વપ્ન રોળાયું હતું. જોકે આ વખતે ટીમ ફરી એક વખત જીત મેળવવાના ઈરાદાથી જ મેદાનમાં ઉતરશે.

ભારતીય ટીમની અન્ય મેચ ઓસ્ટ્રેલિયા, ક્વાલિફાયર અને દક્ષિણ આફ્રિકા સામે યોજાશે. 19 માર્ચે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, 22 માર્ચે ક્વાલિફાયર ટીમ સામે અને 27 માર્ચે દક્ષિણ આફ્રિકા સામે ટક્કર થશે

મહિલા ક્રિકેટ વિશ્વકપની પહેલી સેમિફાઈનલ મેચ 30 તારીખે વેલિંગ્ટનમાં રમાશે જ્યારે બીજી સેમીફાઈનલ મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. ફાઈનલ મેચનું આયોજન 3 એપ્રિલે ક્રાઈસ્ટચર્ચમાં કરવામાં આવ્યું છે. તમામ મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

વિજેતા ટીમને 55 લાખ ડૉલર એટલે કે 40 કરોડ 24 લાખ રૂપિયાથી વધુની રકમ મળશે. આ રકમ 2017ના વર્લ્ડકપ કરતાં 60 ટકા અને 2013ના વર્લ્ડકપથી 100 ટકા વધારે છે.

કઈ મેચ ક્યારે અને ક્યાં ?

4 માર્ચ 2022 ન્યૂઝિલેન્ડ VS ક્વાલિફાયર,ટૌરંગા
5 માર્ચ 2022 ઓસ્ટ્રેલિયા VS દક્ષિણ આફ્રિકા, યુનિવર્સિટી ઓવલ, ડુનેડિન
6 માર્ચ 2022 ભારત VS ક્વાલિફાયર, ટૌરંગા
7 માર્ચ 2022 ન્યૂઝિલેન્ડ VS ક્વાલિફાયર, યુનિવર્સિટી ઓવલ, ડુનેડિન
8 માર્ચ 2022 ઓસ્ટ્રેલિયા VS ક્વાલિફાયર, ટૌરંગા
9 માર્ચ 2022 ક્વાલિફાયર VS ઈંગ્લેન્ડ, યુનિવર્સિટી ઓવલ, ડુનેડિન
10 માર્ચ 2022 ન્યૂઝિલેન્ડ VS ભારત, સેડૉન પાર્ક, હેમિલ્ટન
11 માર્ચ 2022 ક્વાલિફાયર VS દક્ષિણ આફ્રિકા, ટૌરંગા
12 માર્ચ 2022 ક્વાલિફાયર VS ભારત, સેડૉન પાર્ક, હેમિલ્ટન
13 માર્ચ 2022 ન્યૂઝિલેન્ડ VS ઓસ્ટ્રેલિયા, બેસિન રિઝર્વ, વેલિંગ્ટન
14 મર્ચ 2022 દક્ષિણ આફ્રિકા VS ઈંગ્લેન્ડ, ટૌરંગા
14 માર્ચ 2022 ક્વાલિફાયર VS ક્વાલિફાયર, સેડૉન પાર્ક, હેમિલ્ટન
15 માર્ચ 2022 ઓસ્ટ્રેલિયા VS ક્વાલિફાયર, બેસિન રિઝર્વ, વેલિંગ્ટન
16 માર્ચ 2022 ઈંગ્લેન્ડ VS ભારત, ટૌરંગા
17 માર્ચ 2022 ન્યૂઝિલેન્ડ VS દક્ષિણ આફ્રકા, સેડૉન પાર્ક, હેમિલ્ટન
18 માર્ચ 2022 ક્વાલિફાયર VS ક્વાલિફાયર, ટૌરંગા
19 માર્ચ 2022 ભારત VS ઓસ્ટ્રેલિયા, ઈડન પાર્ક, ઓકલેન્ડ
20 માર્ચ 2022 ન્યૂઝિલેન્ડ VS ઈંગ્લેન્ડ, ઈડન પાર્ક, ઓકલેન્ડ
21 માર્ચ 2022 ક્વાલિફાયર VS ક્વાલિફાયર, સેડૉન પાર્ક, હેમિલ્ટન
22 માર્ચ 2022 ભારત VS ક્વાલિફાયર, સેડૉન પાર્ક, હેમિલ્ટન
22 માર્ચ 2022 દક્ષિણ આફ્રિકા VS ઓસ્ટ્રેલિયા, બેસિન રિઝર્વ, વેલિંગ્ટન
24 માર્ચ 2022 દક્ષિણ આફ્રિકા VS ક્વાલિફાયર, બેસિન રિઝર્વ, વેલિંગ્ટન
24 માર્ચ 2022 ઇંગ્લેન્ડ VS ક્વોલિફાયર , હેગલે ઓવલ, ક્રાઈસ્ટચર્ચ
25 માર્ચ 2022 ક્વાલિફાયર VS ઓસ્ટ્રેલિયા, બેસિન રિઝર્વ, વેલિંગ્ટન
26 માર્ચ 2029 ન્યૂઝિલેન્ડ VS ક્વોલિફાયર્સ, હેગલે ઓવલ, ક્રાઈસ્ટચર્ચ
27 માર્ચ 2022 ઈંગ્લેન્ડ VS ક્વાલિફાયર, બેસિન રિઝર્વ, વેલિંગ્ટન
27 માર્ચ 2022 ભારત VS દક્ષિણ આફ્રિકા, હેગલે ઓવલ, ક્રાઈસ્ટચર્ચ
30 માર્ચ 2022 સેમિફાઈનલ 1, બેસિન રિઝર્વ, વેલિંગ્ટન
31 માર્ચ 2022 સેમિફાઇનલ -2, હેગલે ઓવલ, ક્રાઈસ્ટચર્ચ
3 એપ્રિલ 2022 ફાઈનલ, હેગલે ઓવલ, ક્રાઈસ્ટચર્ચ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments