Homeગામનાં ચોરેબેવફા ચાયવાલાઃ દિલ તૂટેલાને મળશે ડિસ્કાઉન્ટ

બેવફા ચાયવાલાઃ દિલ તૂટેલાને મળશે ડિસ્કાઉન્ટ

પ્રેમમાં નિષ્ફળ યુવક-યુવતીઓ શું શું કરી બેસતાં હોય છે. પ્રેમમાં નિષ્ફળ જનારા જીવનને પણ ક્ષણભંગુર સમજીને ટૂંકાવી દેતા હોય છે પરંતુ મધ્યપ્રદેશના એક પ્રેમીએ એવું કામ કર્યું છે જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. પ્રેમમાં નિષ્ફળતા મળ્યા બાદ આ છોકરાએ ચાની દુકાન ખોલી નાખી અને નામ રાખ્યું. ‘બેવફા ચાયવાલા.’

વાત છે મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાની જ્યાં એક યુવકને યુવતીએ પ્રેમમાં દગો આપ્યો. યુવક આ યુવતીને ખૂબ પ્રેમ કરતો હતો. યુવતી અચાનક તેને છોડીને ચાલી જતાં તેના દિલના લાખ ટૂકડા થઈ ગયા. પરંતુ તેણે અન્ય પાગલ પ્રેમીની જેમ વર્તન કરવાને બદલે કામ ધંધે લાગવાનું વિચાર્યું. અને ખોલી નાખી ચાની દુકાન. નામ રાખ્યું બેવફા ચાયવાલા. દુકાનના આ પ્રકારના નામના કારણે દિપક પરિહાર ફેમસ થઈ ગયો.

પ્રેમમાં દગો મળ્યો હોય તેને ડિસ્કાઉન્ટ

ભિંડ જિલ્લામાં જ દિપકે બેવફા ચાયવાલા નામથી દુકાન ખોલી નાખી અને ચાની સાથે અન્ય વસ્તુ પણ વેચવા લાગ્યો. બેવફા ચાયવાલા નામના કારણે તે આસપાસના વિસ્તારમાં ફેમસ થઈ ગયો. તેની દુકાનના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં દિપક અને તેની દુકાનની ચર્ચા દેશભરમાં થવા લાગી. મહત્વની વાત એ છે કે દિપક પરિહારની બેવફા ચાયવાલા દુકાન પર કોઈ પ્રેમી યુગલ ચા પીવા માટે આવે છે તો તેની પાસેથી એક ચાના 20 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે અને જો કોઈ પ્રેમમાં દગો મળેલો વ્યક્તિ આવે છે તો તેને 15 રૂપિયામાં ચા આપવામાં આવે છે. એટલે કે દિપક પ્રેમમાં દગો મળેલા તેના જેવા લોકોને ડિસ્કાઉન્ટ આપે છે.

સૈનિક ભાઈઓને ફ્રીમાં ચા આપે છે દિપક

પ્રેમી યુગલને 20 રૂપિયા અને પ્રેમમાં દગો મળ્યો હોય તેવા લોકોને 15 રૂપિયામાં ચા પીવડાવતો દિપક દેશ સેવાનું પણ કામ કરી રહ્યો છે. દિપક પરિહારે નિયમ બનાવ્યો છે કે તેની દુકાન પર કોઈ સૈનિક ભાઈ ચા પીવા આવે છે તો તેને ફ્રીમાં ચા પીવડાવવી. એટલે કે દિપક સૈનિક ભાઈઓ પાસેથી એક પણ રૂપિયો નથી લેતો. આવું દિપક એટલા માટે કરી રહ્યો છે કે તેને નાનપણથી જ આર્મીમાં જોડાવાની ઇચ્છા હતી પરંતુ તે કોઈ કારણોસર આર્મીમાં જોડાઈ ન શક્યો. પરંતુ પોતાની ચાની દુકાન થકી આ રીતે તે દેશ સેવા કરી રહ્યો છે.

આકર્ષણનું કેન્દ્ર બની દુકાન

ભિંડ જિલ્લાના માલનપુરના દિપક પરિહારે પોતાની ચાની દુકાનનું નામ બેવફા ચાયવાલા રાખ્યું છે તે આસપાસના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઘણા લોકો તો દુકાનનું નામ સાંભળીને જ અહીં ચા પીવા માટે દોડીને આવી રહ્યા છે. દિપક પણ પોતાના ગ્રાહકો સામે પોતાનું દુઃખ દર્દ દબાવીને રાખે છે. માટીની કુલડીમાં ચા આપવાની દિપકની રીત પણ ગ્રાહકોને ખૂબ પસંદ પડી રહી છે.

ગ્રાહકો સામે છુપાવે છે દર્દ

દુકાન ઉપર ચા પીવા માટે આવતા ગ્રાહકો દિપક પરિહારને આવું નામ રાખવા પાછળનું કારણ પૂછે છે ત્યારે દિપક કોઈને કોઈ કારણ આપીને વાતને ટાળી દે છે. દિપક ગ્રાહકો સામે પોતાનું દર્દ છુપાવીને રાખવાની હંમેશાં કોશિશ કરે છે. પ્રેમિકા તરફથી મળેલા દર્દને તે લોકો સામે લાવવા નથી માગતો. અને પ્રેમમાં નિષ્ફળતા બાદ એક યાદગીરી રૂપે બેવફા ચાયવાલા નામ રાખીને તે પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો છે. લોકો તરફથી પણ દિપકને સારો એવો સહકાર મળી રહ્યો છે. નામના કારણે તે દેશભરમાં ફેમસ થઈ ગયો છે. દિપકની દુકાનના બોર્ડના ફોટો ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. સાથે જ દેશના જવાનો માટે તે જે કામ કરી રહ્યો છે તેની સરાહના પણ ચોતરફ થઈ રહી છે.

આ ઘટના પરથી કહી શકાય કે પ્રેમમાં નિષ્ફળ જતાં યુવક-યુવતીઓએ મધ્યપ્રદેશના આ દિપક પરિહારમાંથી કંઈક શીખ લેવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments