Homeદે ઘુમા કે2024નો ટી ટ્વેન્ટી વિશ્વકપ અમેરિકામાં, 2025માં પાકિસ્તાન બનશે ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન

2024નો ટી ટ્વેન્ટી વિશ્વકપ અમેરિકામાં, 2025માં પાકિસ્તાન બનશે ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન

Team Chabuk-Sports Desk: આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી આગામી દસ વર્ષ માટેના તમામ મોટા ક્રિકેટ ઈવેન્ટનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આયોજકોએ જે શેડ્યુલનું આયોજન કર્યું તેમાં એક ચોંકાવનારી તસવીર પણ છે અને તેને હેન્ડલ કરવું કદાચ આઈસીસી પ્રશાસન માટે સૌથી આકરું રહેશે. વાત એવી છે કે પાકિસ્તાનમાં ત્રણ દાયકા બાદ આઈસીસી ઈવેન્ટનું મોટાપાયે આયોજન થવાનું છે. 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરાવવાની વાત આઈસીસીએ (ICC) અમલમાં મૂકી છે.

વર્ષ 1996 બાદ એટલે કે 29 વર્ષ પછી આ પ્રથમ વખત હશે કે જ્યારે પાકિસ્તાનમાં આઈસીસીની મોટી ઈવેન્ટનું આયોજન થવાનું હોય. 1996માં પાકિસ્તાનમાં ભારત અને શ્રીલંકાએ મળીને વિશ્વકપનું આયોજન કર્યું હતું. આ વિશ્વકપને શ્રીલંકાની ટીમે જીત્યો હતો. 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા ગોળીબાર બાદ પાકિસ્તાનમાં ક્રિકેટની ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ હતી.

આ વર્ષે જ ન્યૂઝીલેન્ડ અને બાદમાં ઈંગ્લેન્ડે પણ સુરક્ષાનું કારણ આગળ ધરી શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ટી ટ્વેન્ટી વિશ્વકપમાં પાકિસ્તાનના પ્રદર્શનથી એક નવી આશાનું કિરણ ટીમ માટે ફૂટ્યું છે. જેનો લાભ પાકિસ્તાનને મળશે. હવે પાકિસ્તાન ઉપર કોઈ પણ ઉહાપોહ વિના 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનું દબાણ આવી ગયું છે. જો તે આ ચક્રવ્યૂહમાંથી પાર ઉતરે છે તો પછી તેનું યજમાનપણું ફરી ચમકી ઉઠશે. અને જો કંઈ થાય છે તો પછી ઠંડા પાણીએ ડબલું રેડી લેવાનું રહેશે.

વર્ષક્રિકેટનું સ્વરૂપયજમાન
જૂન 2024ટી ટ્વેન્ટી વિશ્વકપઅમેરિકા-વેસ્ટઈન્ડિઝ
ફેબ્રુઆરી 2025ચેમ્પિયન્સ ટ્રોફીપાકિસ્તાન
ફેબ્રુઆરી 2026ટી ટ્વેન્ટી વિશ્વકપભારત, શ્રીલંકા
ઓક્ટોબર 2027વનડે વિશ્વકપસાઉથ આફ્રિકા, નામીબિયા,
ઓક્ટોબર 2028ટી ટ્વેન્ટી વિશ્વકપઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ
ઓક્ટોબર 2029ચેમ્પિયન્સ ટ્રોફીભારત
જૂન 2030ટી ટ્વેન્ટી વિશ્વકપઈંગ્લેન્ડ, આર્યલેન્ડ, સ્કોટલેન્ડ
ઓક્ટોબર 2031વનડે વર્લ્ડકપભારત, બાંગ્લાદેશ

આઈસીસી દ્વારા જે શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં 2024માં ટી ટ્વેન્ટી વિશ્વકપ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે કરવામાં આવશે. પ્રથમ વખત અમેરિકામાં ટી ટ્વેન્ટી વિશ્વકપનું મોટાપાયે આયોજન થશે. લાગી રહ્યું છે કે અમેરિકાની ટીમ પણ આ ઈવેન્ટથી ક્રિકેટમાં પ્રદાર્પણ કરશે. જ્યારે ભારતમાં 2026માં ટી ટ્વેન્ટી વિશ્વકપનું આયોજન થવાનું છે. હાલમાં જ આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપની પૂર્ણાહુતિ થઈ છે. જેનું અધિકૃત રીતે યજમાન ભારત હતું. જોકે કોરોનાના કારણે યૂએઈ અને ઓમાનમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી વર્ષે, 2022માં ટી ટ્વેન્ટી વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. 2023માં 50 ઓવરના વિશ્વકપની યજમાની ભારતના શીરે છે. આઈસીસી શેડ્યૂલ અનુસાર, 2022થી 2031ની વચ્ચે કુલ 5 ટી ટ્વેન્ટી વિશ્વકપનું આયોજન થશે. આઈસીસી તરફથી પહેલા જ દર બે વર્ષ ટી ટ્વેન્ટી વિશ્વકપની વાત ઉચ્ચારવામાં આવી ચૂકી છે. જ્યારે 50 ઓવર્સના વનડે વિશ્વકપનું આયોજન ચાર વર્ષે જ થાય છે. જે રાબેતા મુજબ રહેશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments