Team Chabuk-Cinema Desk: બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ પોતાની આગામી ફિલ્મ રામસેતુના શૂટિંગ માટે દમણના દરિયાકાંઠે આવી પહોંચતા ચાહકોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. વિશેષ હેલિકોપ્ટર દ્વારા સુપરસ્ટાર અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડિઝ દમણ કોસ્ટ ગાર્ડ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં દમણ કોસ્ટ ગાર્ડના કર્મચારીઓ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા.
#दमण#सिलवासा न्यूज़ लाइन तक पहुंची सबसे पहले यह खबर पहली तस्वीर के साथ।#अक्षय_कुमार पहुंचे #दमन साथ में बताया जा रहा है जैकलिन भी है मौजूद।#AkshayKumar #SilvassaNewsLine #Daman #ramsetu #Bollywood #SilvasaaNews #NewsLineDaman #DamanMeAkshayKumar @akshaykumar pic.twitter.com/ol2VfEJr1g
— Silvassa News Line (@Silvasanewsline) November 15, 2021
On the way of sets #Ramsetu ,in #Daman#AkshayKumar @akshaykumar @Asli_Jacqueline pic.twitter.com/1Y8JLduPEW
— ︎ (@IamTumul) November 16, 2021
@akshaykumar akshaykumar sir 😍alongwith @Asli_Jacqueline and @Nushrratt going to #Daman for the shooting of much awaited #RamSetu 🔥
— Sankalp srivastava (@Sankalp62196360) November 16, 2021
This look man 😍❤️@lucknowakkians @itsRahulAkki @Khiladi_KaFan @NADIKHILADI @MansiChowdhury7 pic.twitter.com/FGZzX8SrKh
માહિતી મળી રહી છે કે પહેલા રામસેતુના એક ભાગનું શૂટિંગ શ્રીલંકાના દરિયા કિનારે થવાનું હતું. જોકે કોવિડ-19 મહામારીના પ્રોટોકોલના કારણે ત્યાં શૂટિંગ સંભવ બન્યું નહીં. જેથી ફિલ્મનું ક્રૂ દમણના દરિયા કિનારે શૂટિંગ માટે આવ્યું છે. જ્યાં આસપાસના વિસ્તારોમાં અને દમણના દરિયા કિનારે આ ફિલ્મનું બાકીનું શૂટિંગ થશે. પોતાના પ્રિય અભિનેતાના આગમનના પગલે દમણમાં ચાહકો ખુશખુશાલ છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે દમણના દરિયા કિનારે કેટલાક એક્શન દૃશ્યોનું પણ શૂટિંગ થશે.
રામસેતુ ફિલ્મમાં અક્ષય કુમાર, જેક્લીન ફર્નાન્ડિઝ સિવાય અભિનેત્રી નૂસરત ભરુચા પણ છે. ફિલ્મમાં અક્ષય કુમાર એક પુરાતત્વવિદના પાત્રમાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક શર્મા કરી રહ્યા છે. 30 માર્ચ 2021ના રોજ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. 4 એપ્રિલ 2021માં અક્ષય કુમાર કોરોના પોઝિટિવ હોવાના કારણે ફિલ્મનું શૂટિંગ વચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું. જે પછી ફરી આ ફિલ્મના શૂટિંગે રફ્તાર પકડી છે. મેકર્સની ઈચ્છા છે કે આ વર્ષના અંત સુધીમાં ફિલ્મનું બાકીનું શૂટિંગ પણ પૂર્ણ થઈ જાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત