Homeગામનાં ચોરે26 મેના રોજ ખેડૂત આંદોલનને 6 મહિના પૂર્ણ, દેશવ્યાપી આંદોલનનું એલાન

26 મેના રોજ ખેડૂત આંદોલનને 6 મહિના પૂર્ણ, દેશવ્યાપી આંદોલનનું એલાન

Team Chabuk-National Desk: 26મી મેના રોજ ખેડૂત આંદોલને 6 મહિના પૂર્ણ થઈ રહ્યા છે. 6 મહિના બાદ પણ ખેડૂતો જે માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે તે પૂર્ણ થઈ નથી. ખેડૂતો પોતાની માગ પણ હજુ પણ અડગ છે. સામે કેન્દ્ર સરકાર પણ નમતું મૂકવા માગતી નથી. ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા શરૂ થયેલું આંદોલને 6 મહિના પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 26મી મેના રોજ ખેડૂત આંદોલનના 6 મહિના પૂર્ણ થવાના દિવસે ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી આંદોલનની હાંકલ કરી છે. ખેડૂતોની આ દેશવ્યાપી આંદોલનની હાંકલને 12 રાજકીય પાર્ટીઓનો પણ સહકાર મળ્યો છે.

26મી મે, બુધવારના રોજ ખેડૂતોએ દેશભરમાં આંદોલન કરવાની હાંકલ કરી છે અને કાળા વાવટા સાથે 26મી મેના દિવસે બ્લેક ડે ઉજવવાની પણ જાહેરાત કરી છે. ખેડૂતોની આ જાહેરાતને 12 વિપક્ષોનું પણ સમર્થન મળ્યું છે. આ પક્ષોમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો, સમાજવાદી પાર્ટી, એનસીપી, ડીએમકે, ટીએમસી વગેરે જેવી પાર્ટીનો સમાવેશ થાય છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 મેના રોજ જે દેશવ્યાપી આંદોલન અને ધરણાની જાહેરાત કરી છે તેને 12 પક્ષોએ સમર્થન આપવા માટે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે.

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગોડા, એનસીપી પ્રમુખ શરદ પવાર, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, એમ.કે.સ્ટાલિન અને હેમંત સોરેને એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તાત્કાલિક ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવામાં આવે અને ખેડૂતોની માગણી છે તેને સ્વીકારી લેવામાં આવે. સરકારને લખેલા આ પત્રમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, સપા પ્રમુખ અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, સીપીઆઈના ડી રાજા, સીપીઆઈ-એમના સિતારામ યેચુરી સહિતના નેતાઓએ સહી કરી છે. આ સંયુક્ત નિવેદનમાં લખવામાં આવ્યું છે કે 26 મેના રોજ ખેડૂત આંદોલનને 6 મહિના પૂરા થશે અને અમે તેને પૂરું સમર્થન આપીએ છીએ.

હિસારમાં હલ્લાબોલ

હરિયાણાના હિસારમાં આજે ખેડૂતોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે, ખેડૂતોનું આદોલન ઝડપથી પૂર્ણ થાય તેમ નથી, આ આંદોલન 2024 સુધી ચાલશે. અહીંયા કોઈ મુશ્કેલી નથી. તમામ ખેડૂતો અહીંયા રહીને જ આંદોલન ચાલુ રાખશે. ખેડૂત આંદોલનને જોતાં હિસારમાં મોટી સંખ્યમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. હરિયાણાના હિસારમાં આજે વિરોધ પ્રદર્શન દરમિયાન એક ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાના પણ સમાચાર મળ્યા છે. મૃતક હિસારના ઉગાલન ગામના અજાયબ સિંહ હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments