Team Chabuk-Sports Desk: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે બીજી સેમિ ફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG)ની વચ્ચે એડિલેડ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમની શાનદાર જીત થઈ છે. ભારતની હાર થતા 130 કરોડ ભારતીયોનું દિલ તૂટી ગયું છે. હવે ફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો પાકિસ્તાન સામે થશે. T20 વર્લ્ડ કપ 2022માં ભારતની સફર પૂરી થઈ ગઈ છે. બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના બોલિંગ યુનિટે એલેક્સ હેલ્સ અને જોસ બટલરની સામે દમ તોડી દીધો અને ભારતને ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે આ ટાર્ગેટ ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો હતો.
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને જીત માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવર રમીને 6 વિકેટો ગુમાવીને 168 રન બનાવ્યા હતા, જેમાં કોહલી અને હાર્દિકની દમદાર ફિફ્ટી સામેલ હતી. ફાઇનલમાં પહોંચવા માટે ઇંગ્લિશ ટીમને 169 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. જે ઈંગ્લેન્ડે 16 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત