HomeતાપણુંGujarat Election 2022: BJPની પ્રથમ યાદી જાહેર થતા ભડકો, આ જગ્યાએ 400...

Gujarat Election 2022: BJPની પ્રથમ યાદી જાહેર થતા ભડકો, આ જગ્યાએ 400 લોકોએ આપ્યા સામૂહિક રાજીનામાં

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે કુલ 160 ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ મહુવા તાલુકા પંચાયતના તમામ સભ્યો જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને મહુવા ભાજપ સંગઠનના તમામ સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 400થી વધારે સભ્યોએ સામૂહિક રાજીનામાં ધરી દીધા છે.

ભાવનગરના મહુવામાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કપાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપે મહુવા બેઠક પરથી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠનના તમામ ચૂંટાયેલા સભ્યોએ રાજીનામા આપી દીધા છે. સાથે જ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે.

ઉમેદવારની જાહેરાત થતાં કચ્છ ભાજપમાં રાજકારણ ગરમાયું છે. કચ્છમાં ઉમેદવારોના નામ જાહેર થતા એકલધામના મહંત યોગી દેવનાથજી બાપુએ રાજીનામું આપી દીધું છે. દેવનાથ બાપુએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ તેમણે ટિકિટ વિતરણમાં એક તરફી નિર્ણયનો આક્ષેપ લગાવ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments