HomeતાપણુંGujarat Election 2022: ગત ચૂંટણીમાં હારી ગયેલા આ ઉમેદવારોને ભાજપે ફરી ટિકિટ...

Gujarat Election 2022: ગત ચૂંટણીમાં હારી ગયેલા આ ઉમેદવારોને ભાજપે ફરી ટિકિટ આપી, જુઓ યાદી

Team Chabuk-Political Desk: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પસંદગીમાં લાગી ચૂકી છે. આ દરમિયાન ભાજપે આજે ગુરૂવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી લીધી છે. આ દરમિયાન ભાજપે ઘણા યુવા ચહેરાઓને તક આપી છે તો ઘણા દિગ્ગજોની ટિકિટ પણ કપાઈ છે. પરંતુ કેટલાક એવા પણ નેતાઓ છે જે 2017ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા પરંતુ પાર્ટીએ ફરીથી તેમના પર વિશ્વાસ રાખી ટિકિટ આપી છે.

એવા નેતા જે ગત ચૂંટણી હારી ગયા છતા ટિકિટ

ભાજપે શંકર ચૌધરીને ફરીથી તક આપી છે. તેઓ થરાદ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ભૂષણ ભટ્ટને ફરીથી તક આપી છે. તેઓ જમાલપુર ખાડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે કાળુભાઈ ડાભીને ફરીથી તક આપી છે. તેઓ ધંધૂકા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે યોગેશ પટેલને ફરીથી તક આપી છે. તેઓ આણંદ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે વિપુલ પટેલને ફરીથી તક આપી છે. તેઓ સોજિત્રા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે માનસિંહ ચૌહાણને ફરીથી તક આપી છે. તેઓ બાલાસિનોર બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે કનૈયાલાલ કિશોરીને ફરીથી તક આપી છે. તેઓ દાહોદ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ભગવાનજી કરગઠિયાને ફરીથી તક આપી છે. તેઓ માંગરોળ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ગૌતમ ચૌહાણને ફરીથી તક આપી છે. તેઓ તળાજા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ભીખુભાઈ પરમારને ફરીથી તક આપી છે. તેઓ મોડાસા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે ચીમન સાપરિયાને ટિકિટ આપી છે. તેઓ જામજોધપુરથી ચૂંટણી લડશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments