Homeદે ઘુમા કેભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટઃ ન.મો. સ્ટેડિયમમાં પંતે સારો તો કોહલીએ ખરાબ ઈતિહાસ રચી...

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટઃ ન.મો. સ્ટેડિયમમાં પંતે સારો તો કોહલીએ ખરાબ ઈતિહાસ રચી દીધો

Team Chabuk- Sports Desk: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટમાં ભારતે 89 રનની લીડ મેળવી લીધી છે. બીજા દિવસની રમતના અંતે ભારતે 7 વિકેટના નુકસાને 294 રન બનાવી લીધા છે. વી. સુંદર 60 રને અને અક્ષર પટેલ 11 રને રમતમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઋષભ પંતે પહેલી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે.

ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 205 રન બનાવ્યા હતા. જેની સામે ભારતે કુલ 294 રન બનાવ્યા છે. જેમાં પંતનું 101 રનનું યોગદાન છે. આ ઉપરાંત રોહિત શર્મા 49, વોશિંગ્ટન સુંદર 60, રહાણે 27, પુજારા 17, આર.અશ્વિન 13 અને અક્ષર પટેલને 11 રન ઉમેર્યા છે. રોહિત શર્મા માટે બીજો દિવસ બેડલક રહ્યો. તે પોતાની અર્ધસદી ફટકારતા ચુકી ગયો હતો. 49 રને હિટમેન બેન સ્ટોકનો શિકાર થયો હતો.

પંતને ફળ્યું ન.મો સ્ટોડિયમ

પંતે પોતાની કારકીર્દિની ત્રીજી સદી ફટકારી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ 101 રન તેના યાદગાર બની રહેશે. કેમ કે, આ ઘરેલું મેદાનમાં તેની પહેલી સદી છે. ત્રણ સદીમાંથી બે સદી તેણે વિદેશની ધરતી પર નોંધાવી છે. પંતે કુલ 118 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 101 રન ફટકાર્યા હતા. રૂટના બોલ પર છગ્ગો મારીને તેણે સદી પૂરી કરી હતી. પંતે 17 ઈનિંગ પછી સદી ફટકારી છે. આ પહેલા તેણે 2019માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં 159 રન બનાવ્યા હતા. બે સદી વચ્ચે તે એકવાર 97 અને 91 રને આઉટ થયો હતો.

પંતે કહ્યું કે, બેટિંગ કરવા ગયો ત્યારે મારો પ્લાન હતો કે રોહિત શર્મા સાથે ભાગીદારી કરું. મેં નક્કી કર્યું હતું કે પરિસ્થિતિ સમજ્યા પછી મોટો શોટ ફટકારીશ. જો બોલર્સ સારી બોલિંગ કરે છે તો તેમને માન આપવું અને સિંગલ લેવા. તેણે કહ્યું, મને પરિસ્થિતિ મુજબ રમવું ગમે છે. મારી USP એ છે કે હું બોલને જોઈને રિએક્ટ કરું છું. ટીમનો પ્લાન હતો કે 206 થયા પછી બને એટલી લીડ મેળવીએ.

ઈંંગ્લેન્ડના ઘાતક બોલર્સ

ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન અને બેન સ્ટોક્સે શાનદાર બોલિંગ કરી. બંને ભારતીય બેટ્સમેનને રોકી રાખવામાં મહદઅંશે સફળ થયા. જેમ્સ એન્ડરસને કુલ 3 વિકેટ ઝડપી. તેણે ગિલ, પંત અને રહાણેને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તો બે મુખ્ય વિકેટ સ્ટોકએ ઝડપી. સ્ટોકે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને હિટમેનને પાછા મેદાનન બહારનો રસ્તો બતાવ્યો હતો.

વિરાટ કોહલીએ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ

ટેસ્ટ કારકીર્દિમા વિરાટ બીજી વખત એક જ સિરીઝમાં 2 વખત શૂન્ય પર આઉટ થયો છે. આ પહેલાં તે 2014માં પણ તે એક સિરીઝમાં 2 વખત શૂન્ય રને આઉટ થયો હતો. કેપ્ટન તરીકે વિરાટ 8મી વખત શૂન્ય પર આઉટ થયો છે. કેપ્ટન તરીકે 8 વખત શૂન્ટ પર આઉટ થવામાં તેણે એમ.એસ.ધોનીની બરાબરી કરી લીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments