Team Chabuk-Sports Desk: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને નિર્ણાયક ટી ટ્વેન્ટી મેચ છે. જેમાં ભારત સિરીઝને જીવંત રાખવા માટે મેદાનમાં ઉતરશે તો ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટમાં મળેલી કરારી હાર બાદ પોતાની પ્રતિષ્ઠા બચાવવા અને સિરીઝ પર કબ્જો મેળવવા માટે ઉતરશે.
પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડનો તો બીજી મેચમાં ભારતનો વિજય થયો હતો. જ્યારે ઈંગ્લેન્ડે ત્રીજી ટી ટ્વેન્ટીમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતની ટીમને આંચકો આપી દબાણમાં લાવી દીધી છે. ઈંગ્લેન્ડ અને ભારત બંનેની ટીમને પીચનો જ ફાયદો મળ્યો છે. અત્યાર સુધી જે ટીમે ટોસ જીતી બીજો દાવ લીધો છે તેની જીત થઈ છે. કોઈ મોટો ઉલટફેર નથી થયો. જોકે આજે કરો યા મરોનાં જંગમાં ઉલટફેરની શક્યતાને નકારી શકાય નહીં.
પ્લેઈંગ ઈલેવન
ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનને પસંદ કરવામાં માત ખાઈ ગઈ છે. ઓપનિંગ જોડીઓ ઉતકૃષ્ટ પ્રદર્શન નથી કરી શકી જેના કારણે રન બનાવાનું દબાણ મિડલ ઓર્ડર પર આવે છે. અને મિડલ ઓર્ડર ખરાબ શોટ રમવાના ઉતાવળિયા નિર્ણયનાં કારણે વિકેટ ફેંકી દે છે. જેના પરિણામે ભારતીય ટીમની બેટીંગ લાઈન અપ ગણતરીની ક્ષણોમાં ધ્વંસ થઈ જાય છે. ભારત પાસેના જે વિકલ્પો છે એ ખરા ટાણે કામ નથી આવી રહ્યા. લોકેશ રાહુલનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અનુભવી શિખર ધવને કોઈ મોટી ઈનિંગ ન રમતા તેની જગ્યા ઈશાન ખટ્ટરે લઈ બીજી ટ્વેન્ટીમાં શાનદારા ડેબ્યુ હાફ સેન્ચુરી ફટકારી. જોકે ત્રીજી ટ્વેન્ટીમાં તેના બેટમાંથી વધારે રન ન નીકળ્યા. રોહિત શર્મા પાસેથી ત્રીજી ટ્વેન્ટીમાં મોટી ઈનિંગની આશા હતી, પણ રોહિતે માર્ક વુડની બોલમાં ઉતાવળિયો શોટ રમતા વિકેટ ફેંકી દીધી હતી. ટેસ્ટના બોલરો સામે ધ્વંસ થઈ ગયેલા ઈંગ્લેન્ડના બળુકિયા બેટ્સમેનો ટ્વેન્ટીના બોલરોને ખાઈ રહ્યા છે. જેથી હવે યોગ્ય પ્લેઈંગ ઈલેવનને પસંદ કરવી એ કોહલી માટે જીતની પ્રથમ સીડી રહેશે.
ફિલ્ડીંગ
ત્રીજી ટી ટ્વેન્ટીમાં ભારતની હારનાં મોટા કારણોમાંથી એક ક્ષેત્ર રક્ષણ રહ્યું છે. કેપ્ટન વિરાટ કોહલી પણ ખરાબ ફિલ્ડીંગના કારણે પોતાના ખેલાડીઓ પર નિરાશ થયા હોય તેવા દૃશ્યો પણ દેખાયા છે. ત્રીજી ટી ટ્વેન્ટીમાં વિરાટ કોહલીએ જ જોસ બટલરનો કેસ છોડી દીધો હતો. યુજવેન્દ્ર ચહલે જ્હોની બેયરસ્ટોને જીવનદાન આપ્યું હતું. એવામાં ચોથી ટ્વેન્ટી જીતવા માટે ભારતીય ટીમને ફરજીયાત ક્ષેત્ર રક્ષણમાં ધ્યાન આપવું પડશે. ઉલ્લેખનીય છે કે અનુભવી અને ક્ષેત્ર રક્ષણમાં માહિર ખેલાડી રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીથી ટીમને નુકસાન પહોંચી રહ્યું છે. જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો.
પાવરપ્લે
અત્યાર સુધી ભારતીય ટીમ પાવર પ્લેનો ફાયદો નથી ઉઠાવી શકી. પાવરપ્લેમાં જ વિકેટો પડી ગઈ છે. જે ભારતીય ટીમની હારનું મુખ્ય કારણ છે. પ્રથમ ટ્વેન્ટીમાં 6 ઓવરમાં 22 રન બનાવ્યા હતા. ત્રીજી ટ્વેન્ટીમં 24 રન બનાવ્યા હતા. જો ભારતે સિરીઝમાં પરત ફરવું હોય તો પાવર પ્લેનો યોગ્ય ઉપયોગ કરવો પડશે.
ઓપનર્સ
ભારતીય ટીમ માટે ઓપનર્સ માથાનો દુઃખાવો બન્યા છે. ઈશાન કિશન સિવાય એક પણ ઓપનર આશાસ્પદ દેખાવ નથી કરી શક્યો. ભારતીય ટીમને પ્રવાસી ટીમને દબાણમાં લાવવા ઓપનિંગ જોડી પાસેથી એક મોટી ઈનિંગની અપેક્ષા છે. આજે લાંબા સમય બાદ ઓપનરોએ મોટી ઈનિંગના દુકાળનો અંત આણવો જ પડશે, નહીં તો ઈંગ્લેન્ડ સિરીઝ પર કબ્જો મેળવી લેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત