Homeગામનાં ચોરેVIDEO : 76 વર્ષની માતાનું એક જ થપ્પડમાં પુત્રએ પ્રાણ પંખેરું ઉડાડી...

VIDEO : 76 વર્ષની માતાનું એક જ થપ્પડમાં પુત્રએ પ્રાણ પંખેરું ઉડાડી દીધું

Team Chabuk-National Desk: એક વ્યક્તિએ પોતાની માતાને એટલી જોરથી થપ્પડ મારી કે તેનું ત્યાં ને ત્યાં જ પ્રાણ પંખેરું ઊડી ગયું. આ ઘટના બની રાજધાની દિલ્હીમાં. એક સામાન્ય એવી વાતમાં દીકરાએ તેની માને એટલી જોરથી થપ્પડ મારી કે તેની આત્મા ત્યાં જ દેહ છોડીને ચાલી ગઈ.

આ ઘટના 15 માર્ચના રોજ બપોરના સમયની છે. 12-30 વાગ્યે બરાબર આ ઘટના બની હતી. 45 વર્ષીય રણવીરનો પોતાની 76 વર્ષીય માતાની સાથે અંગત કારણોસર વિખવાદ ચાલી રહ્યો હતો. આ વિખવાદ એટલો લાંબો ચાલ્યો કે તેણે પોતાની માતાને થપ્પડ મારી દીધી. થપ્પડ એટલી જોરથી પડી કે તેની માતા ગુજરી ગઈ.

સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે આ સમગ્ર વારદાત દરમિયાન રણવીરની પત્ની પણ વચ્ચે ઊભી હતી. એ કદાચ વિવાદનું શમન કરવા માગતી હતી પણ જ્યારે રણવીરે તેની માતાને થપ્પડ મારી અને તેની માતા જમીનદોસ્ત થઈ ગઈ ત્યારે એ પણ અચંબિત રહી ગઈ હતી. થપ્પડ એટલી જોરથી વાગી હતી કે વૃદ્ધ અવતાર કૌર ત્યાંથી જરા અમથું પણ ઊભી નહોતી થઈ શકી. પરિવારનાં લોકો તેને હોસ્પિટલ લઈ ગયાં હતાં જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.

અવતાર કૌર પોતાના પુત્ર અને વહુની સાથે સેવક પાર્ક વિસ્તારમાં રહેતી હતી. પોલીસનાં જણાવ્યા અનુસાર 15 માર્ચના રોજ પોલીસને એક મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પાર્કિંગને લઈને અહીં મકાન માલિક સાથે વિવાદ ચાલી રહ્યો છે. ઘટના સ્થળ પર જ્યારે પોલીસ પહોંચી ત્યારે ખબર પડી કે આ સમગ્ર વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ આવી ગયો છે. જોકે આ ઘટના પછી જ રણવીરે ગુસ્સામાં તેની માતાને થપ્પડ મારી દીધી.

વિસ્મય પમાડતી વાત તો એ છે કે અવતાર કૌરની મોતની ખબર ન તો હોસ્પિટલના પ્રશાસને આપી અને ન તો પરિવારજનોએ આપી. આ ઘટના બન્યા બાદ રણવીર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે બિંદાપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરી. પોલીસે કહ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા પછી એ વાતની માહિતી મળશે કે વૃદ્ધાનું મોત જમીન પર પટકાવાથી થયું છે કે પછી કોઈ અન્ય કારણોસર. હાલ બિંદાપુર પોલીસ સ્ટેશન આ સમગ્ર ઘટનાની તપાસમાં લાગેલું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments