Homeદે ઘુમા કેન્યૂઝિલેન્ડના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના 6 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ન્યૂઝિલેન્ડના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના 6 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ન્યૂઝિલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમના 6 ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે આ માહિતી આપી છે. સંક્રમિત તમામ ખેલાડીઓની સારવાર ચાલી રહી છે.

ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડનું નિવેદન

ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે ખેલાડીઓમાં બે જૂના કેસ છે અને અન્ય ચાર નવા કેસ છે. જો કે ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી. તમામ ખેલાડીઓને આઈસોલેટ કરી દેવાયા છે અને સારવાર શરૂ કરી દેવાઈ છે. પાકિસ્તાનની ટીમ હાલ અભ્યાસ નહીં કરી શકે. ટીમના અન્ય ખેલાડીઓને પણ વધુ સમય સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે.

પાક. ખેલાડીએ તોડ્યા નિમય

પાકિસ્તાની ક્રિકેટરો પર આરોપ છે કે તેમણે પ્રોટોકોલનો ભંગ કર્યો છે. ટીમના કેટલાક ખેલાડીઓએ પહેલાં જ દિવસથી નિયમોનો ભંગ કર્યો હતો. આઈસોલેશન દરમિયાન જ્યાં-ત્યાં રખડતા કેટલાક ખેલાડીઓની તસવીરો પણ સામે આવી છે. જેના કારણે ન્યૂઝિલેન્ડ સરકાર પણ કડક બની છે, કારણ કે ન્યૂઝિલેન્ડમાં કોરોનાના કેસ નહિવત છે. હવે પાકિસ્તાની ક્રિકેટરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા સરકાર કોઈ ભૂલ કરવા માગતી નથી. જેનાથી દેશને નુકસાન થાય.

લાહોરમાં કરાયો હતો ટેસ્ટ

ન્યૂઝિલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, લાહોરથી રવાના થતાં પહેલાં 53 ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના રિપોર્ટ કરાયો હતો. લાહોરથી નીકળતા સમયે પાકિસ્તાનના એક પણ ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો કે ન તો કોઈ ખેલાડી કે સ્ટાફના સભ્યોને કોરનાના લક્ષણો જણાતા હતા. 53 ખેલાડીઓ એટલા માટે કે પાકિસ્તાનની એ ટીમ પણ ન્યૂઝિલેન્ડના પ્રવાસે છે.

ટી-20 અને ટેસ્ટ શ્રેણી

વૈશ્વિક લૉકડાઉન બાદ પાકિસ્તાનનો આ બીજો વિદેશ પ્રવાસ છે. પાકિસ્તાની ટીમને ન્યૂઝિલેન્ડ સામે ત્રણ ટી-20 અને 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. 18 ડિસેમ્બરે ઓકલેન્ડના ગ્રાઉન્ડમાં પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પહેલી ટી-20 મેચ રમાશે. મેચ રમતી વખતે પણ નિયમોનું પાલન કરવું પડશે. આ પહેલા પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી. જ્યાં તેને ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે ટી-20 શ્રેણી ડ્રો થઈ હતી.

રમતજગતને પણ નડ્યો કોરોના

દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના જેટલો ધંધા રોજગારમાં નડ્યો છે એટલો જ રમત જગતને પણ નડ્યો છે. પાકિસ્તાનના ખેલાડીઓ પોઝિટિવ આવતા રમતજગતમાં ફરી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

ન્યૂઝિલેન્ડમાં કોરોનાની સ્થિતિ

ન્યૂઝિલેન્ડમાં અત્યાર સુધીમાં કુલ 2040 કેસ નોંધાયા છે. જેમાંથી 25 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ ન્યૂઝિલેન્ડમાં 60 એક્ટિવ કેસ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments