Homeદે ઘુમા કેIPL 2023: આઇપીએલમાં નહીં દેખાય આ ત્રણ દિગ્ગજો, ઓક્શનમાં નથી આપ્યુ નામ

IPL 2023: આઇપીએલમાં નહીં દેખાય આ ત્રણ દિગ્ગજો, ઓક્શનમાં નથી આપ્યુ નામ

Team Chabuk-Sports Desk: IPL 2023 સિઝન માટે 23 ડિસેમ્બર, 2022ને કોચ્ચીમાં ઓક્શનનુ આયોજન કરવામાં આવ્યુ છે. જોકે, આ દરમિયાન આઇપીએલના ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આ આ વખતે ત્રણ દિગ્ગજ ખેલાડીઓ IPLનો ભાગ નહીં રહે. રિપોર્ટ પ્રમાણે, આ વખતે આઇપીએલ 2023માં સ્ટીવ સ્મિથ, ડ્વેન બ્રાવો, અને માર્નસ લાબુશાને જેવા દિગ્ગજો નહીં રમતા દેખાય. ખરેખરમાં આ ત્રણેય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ છે, પરંતુ તેમને IPLની મિની ઓક્શનમાં સામેલ થવા માટે નામ નથી આપ્યુ, આ ક્રિકેટરોએ નામ ના રજિસ્ટર કરાવવાથી હવે આઇપીએલ 2023 નહીં રમે તે નક્કી થઇ ગયુ છે.

ડ્વેન બ્રાવો ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ ક્રિકેટરો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને બેટ્સમેન માર્નશ લાબુશાને આઇપીએલ 2023માં રમતા નહીં દેખાય. આ બન્ને ખેલાડીઓએ આઇપીએલ રમવા માટે પોતાનુ નામ નથી રજિસ્ટર કરાવ્યુ. મિની ઓક્શનમાંથી આ બન્ને ખેલાડીઓ ખસી ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ બન્ને સ્ટાર્સ આઇપીએલ 2022ના મેગા ઓક્શનમાં નહોતા વેચાયા, હાલમાં બન્ને કમાલના ફોર્મમાં ચાલી રહ્યાં છે. બન્નેએ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં ડબલ સેન્ચૂરી ફટકારીને ધમાલ મચાવી દીધી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments