Homeગામનાં ચોરેચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી તો 16 વર્ષની પુત્રીનું અપરહણ કરી ચાર લોકોએ દુષ્કર્મ...

ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી તો 16 વર્ષની પુત્રીનું અપરહણ કરી ચાર લોકોએ દુષ્કર્મ આચર્યું

Team Chabuk-National Desk: બારાબંકી જિલ્લાના જૈદપૂર પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગામમાં ત્રણ દિવસ પહેલા એટલે કે મંગળવારના રોજ એક કિશોરી સાથે દુષ્કર્મ આચર્યાના સમાચાર સામે આવ્યા હતા. પોલીસે આ આરોપમાં ચાર લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાંથી બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના પંચાયતની ચૂંટણીના કારણે બની છે. પોલીસ તમામ ઘટના વિશે તપાસ કરી રહી છે તો બીજી તરફ કિશોરીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

ત્રણ દિવસ પહેલા જિલ્લાના પોલીસ સ્ટેશન જેદપૂર વિસ્તારમાં આવેલા ગામડામાંથી 16 વર્ષની કિશોરી સ્કૂલે જતી હતી એ વખતે તેનું ચાર ઈસમોએ અપહરણ કરી લીધું હતું. આરોપ લાગ્યો છે કે કિશોરીનું અપહરણ કર્યા બાદ તેના પર ચારે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો.

આરોપ છે કે ચૂંટણી લડવાની ના પાડી હોવા છતાં ઉમેદવારી નોંધાવવા બદલ, ઉમેદવારની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું. બારાબંકી પોલીસે હાલ આ ઘટનાની  ઊંડાણપૂર્વક તપાસ કરવાની શરૂઆત કરી દીધી છે.

પીડિતાના પિતા ગ્રામ પ્રધાન પદના ઉમેદવાર છે. તેમણે જણાવ્યું કે આ વખતે એ પ્રધાનપદની ચૂંટણી લડી રહ્યા હતા. એ ચૂંટણી ન લડે આ માટે ઘણા સમયથી તેમના પર દબાણ લાદવામાં આવી રહ્યું હતું અને ધમકીઓ મળી રહી હતી. એ પછી ઉમેદવારી ન નોંધાવવા માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી. કોઈ પણ ભોગે ઉમેદવાર પાછળ ન હટતા તેની 16 વર્ષની કિશોરીનું અપહરણ કરી લેવામાં આવ્યું.

મંગળવારના રોજ ગામના જ ચાર યુવક આકાશ વર્મા, લાલજી વર્મા, સચિન વર્મા અને શિવમ વર્માએ સ્કૂલે જતા સમયે અપહરણ કરી લીધું હતું. દુષ્કર્મ આચર્યા બાદ કિશોરીને તેના ઘરની સામે જ છોડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

કિશોરીના પિતાએ જણાવ્યું કે, પુત્રી પાસેથી દુષ્કર્મની આપવીતી સાંભળ્યા પછી આરોપી યુવકોની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કર્યું. પીડિત કિશોરીએ જણાવ્યું કે તે રાજકીય ઈન્ટર કોલેજની વિદ્યાર્થિની છે. જ્યારે એ અભ્યાસ માટે સ્કૂલે જઈ રહી હતી ત્યારે જ ગામના ચાર યુવાનોએ તેનું અપહરણ કર્યું અને અવાવરું જગ્યાએ લઈ જઈ તેના પર સામુહિક દુષ્કર્મ આચર્યું.

એએસપી દક્ષિણી મનોજ કુમાર પાંડેએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશન જૈદપૂરની વિસ્તારની હદમાં રહેતી કિશોરીએ સમગ્ર ઘટના વર્ણવી છે. તેણે ગામના ચાર યુવકો પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. કિશોરીના નિવેદનના આધારે ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને કિશોરીનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments