Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના રામપુરમાં એક વ્યક્તિએ શૈતાનને પણ શરમાવે તેવી હરકત કરી છે. અહીં લગ્નેતર આડા સંબંધોની શંકા રાખીને એક પતિએ તેની પત્નીના પ્રાઈવેટ પાર્ટને તાંબાના વાયરથી સીવી નાખ્યું હતું. નરાધમ અને શૈતાન જેવા વિશેષણો પણ જેના માટે ટૂંકા પડે તેવા આ પાપી પતિની પોલીસે ધરપકડ કરી છે અને મહિલાનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.
જનપદ રામપુરના રહેવાસી એવા એક વ્યક્તિને પોતાની પત્નીનું કોઈ સાથે લફરું ચાલી રહ્યું છે એવી શંકા વારંવાર ઉપજતી રહેતી હતી. આ વાતને લઈને બેઉં પતિ પત્ની વચ્ચે સતત ગૃહ કંકાસ ચાલતો રહેતો હતો. શનિવારની રાતે ફરી એક વાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. આ વખતે ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પતિ તેની પત્નીને ફટકારવા લાગ્યો. મહિલા રાડો પાડતી રહી પણ પતિ ન માન્યો. તેણે તેની પત્નીનું ગુપ્તાંગ તાંબાના વાયરથી સીવી નાખ્યું.
મહિલાની તબિયત લથડી પડતા બાદમાં આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. કોતવાલી મિલક વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ, જે પછી પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેની પૂછપરછ ચાલી રહી છે. પીડિતાએ પોલીસની સામે એ રહસ્યને ઉજાગર કરી દીધું કે, તેણે તેનાં ગુપ્તભાગમાં ટાંકા લગાવ્યા છે અને તે એવું માની રહ્યો છે કે મારે કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ છે.
મહિલા જ્યારે ઊંઘી રહી હતી ત્યારે તેનાં હાથ અને પગ બાંધી દીધા અને મોઢામાં કાપડનો ડુચ્ચો ભરાવી દીધો. જેથી તેના રડવાનો અવાજ સાંભળી આસ પડોશના લોકો જાગી ન જાય. એ પછી તાંબાના તાર વડે ટાંકા લગાવ્યા.
બીજી બાજુ આરોપી પતિનું કહેવું છે કે તેની પત્ની તેને દગો આપી રહી હતી અને કોઈ અન્યની સાથે સંબંધ બાંધી રહી હતી. તેણે કહ્યું કે, હું સવારે કામમાં ચાલ્યો જાઉં છું ત્યારે મારી પત્ની અહીં ત્યાં ભટક્યા કરે છે. ગુસ્સામાં આવીને મેં તાબાના વાયરથી ટાંકા લગાવી દીધા. પતિનું કહેવું છે કે એ પત્નીની જરૂરિયાતો પૂર્ણ કરવા મજૂરી કરી રહ્યો છે અને તેની પત્ની તેની જ સાથે દગો કરી રહી છે.
આ અંગે પોલીસ અધિક્ષક શગુન ગૌતમે જણાવ્યું કે, જનપદ રામપુરમાં એક મહિલા દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, તેના પતિ દ્વારા તેની સાથે મારપીટ અને અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક પોલીસ કેસ ફાઈલ કરવામાં આવ્યો અને મહિલાને મેડિકલ પરિક્ષણ માટે મોકલી દેવામાં આવી. મેડિકલ પરિક્ષણનાં આધાર પર જે ઈજાઓ સામે આવી છે તેને પ્રમાણ તરીકે રાખી આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત