Homeગામનાં ચોરેએક સિરીયલ કિલરે માણસોની જગ્યાએ 400 જાનવરોની હત્યા કરી નાખી

એક સિરીયલ કિલરે માણસોની જગ્યાએ 400 જાનવરોની હત્યા કરી નાખી

Team Chabuk-International Desk: દિલ્હીમાં વર્ષ 2001ની સાલમાં મન્કી મેન આવશે અને બટકો ભરીને ચાલ્યો જશે જેવી ઘટનાએ ભારે ઉહાપોહ જગાવ્યો હતો. લોકો રાત રાતભર જાગતાં હતાં. દિલ્હી ઉંઘતું નહોતું. મીડિયા પણ મન્કી મેન અને મન્કી મેનની ઝલક નિહાળનારાઓની પાછળ પડી ગઈ હતી. બધા પોત પોતાની રીતે તેનું અવલોકન કરતા હતાં. આખરે ભયનું શમન કરવા માટે તપાસ કમિટી બેસાડવામાં આવી. તપાસ કમિટીએ રિપોર્ટ આપ્યો કે આવા કોઈ મન્કી મેનનું અસ્તિત્વ જ નથી. ખાલી વાતોના વડા થાય છે. આ મન્કી મેન પર દિલ્હીમાં જે જે મીડિયાકર્મીઓ ઉછળતા હતા અને સમાચાર બનાવતા હતા, મનોરંજન પૂર્ણ પાડતા હતા, જનતાને વધુ ને વધુ ડરાવતા હતા, તેમાંથી ઘણા આજે પ્રાઈમ ટાઈમમાં એન્કર છે. એક એવા વ્યક્તિની પાછળ પડી ગયા હતા જેનું આ પૃથ્વી પર અસ્તિત્વ જ નહોતું. હવે જઈએ બ્રિટનમાં.

સિરિયલ કિલર સાથે સંકળાયેલી સત્ય ઘટનાઓ અસંખ્ય છે. જેમાં કોઈએ પોતાના મનની શાંતિ માટે, ઈરાદા વગર હત્યા કરી નાખી હોય. હવે એક નવા પ્રકારનો સિરીયલ કિલર સામે આવ્યો છે. એ બિલાડીઓને મારી રહ્યો છે. આ ઘટના બ્રિટનનાં કેટલાક વિસ્તારોમાં ઘટી એ પછી લોકો ફફડી ઉઠ્યા હતા.

એક સિરીયલ કિલર પાળતુ જાનવરોને પોતાનો શિકાર બનાવતો હતો. જેમાં સસલુ અને ઘુવડના બચ્ચાઓનો પણ સમાવેશ થાય છે. જોકે તેમાં પાળતુ બિલાડીઓની સંખ્યા સૌથી વધારે હતી. આ વ્યક્તિએ સમગ્ર બ્રિટનમાં 400થી વધારે બિલાડીઓ અને અસંખ્ય જીવ જંતુઓની હત્યા કરી નાખી. એમના શરીરને પણ હતું ન હતું કરી નાખ્યું.

આ ઘટનાની શરૂઆત 2014માં દક્ષિણ લંડનના ક્રોયડન નામક શહેરથી થઈ હતી. જેથી મીડિયાએ તેને ક્રોયડન કેટ સિરિયલ કિલર નામ આપવાની શરૂઆત કરી. કેટલાક લોકો તેને એમ-25 કેટ કિલર પણ કહે છે. ક્રોયડન શહેરમાંથી ફેલાયેલી આ વારદાતો ધીમે ધીમે સમગ્ર લંડન શહેરમાં ફેલાઈ ગઈ. અને જોત જોતામાં બિલાડીઓની હત્યા કરવાની ઘટના સમગ્ર બ્રિટનમાં આંધીની માફક ફેલાવા લાગી.

મીડિયાની રિપોર્ટ પ્રમાણે એવું માનવામાં આવે છે કે, આ સિરિયલ કિલર પાળતુ પ્રાણીઓને ખાવા પીવાની વસ્તુઓ દ્વારા લલચાવે છે અને બાદમાં તીક્ષ્ણ હથિયાર વડે તેની ઠંડે કલેજે હત્યા કરી નાખે છે. એ પછી જાનવરની હત્યા પાછળનું કોઈ પ્રમાણ ન રહી જાય આ માટે દેહને ક્ષત વિક્ષત કરી નાખે છે.

આ અજીબ પ્રકારના સિરીયલ કિલરને પકડવા માટે 2015ની સાલમાં પોલીસ ટીમ ગઠિત કરીને વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેનું નામ ‘તાકાહે’ રાખવામાં આવ્યું હતું. સિરિયલ કિલર વિરૂદ્ધ પ્રૂફ એકત્રિત કરવા માટે પણ પોલીસે ભારે જહેમત ઉઠાવી અને મૃત બિલાડીઓનાં શવનું પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હતું. જેમની હત્યા કરવામાં આવી હતી. કહેવાય છે કે માત્ર દસ બિલાડીઓનાં પોસ્ટમોર્ટમની પાછળ જ 7500 પાઉન્ડનો ધૂમાડો થઈ ગયો. એટલે કે સાત લાખ રૂપિયા ખર્ચાય ગયા.

ડિસેમ્બર 2017માં પોલીસે એ જ વર્ષે ઓગસ્ટ મહિનાથી નવેમ્બર સુધી નોર્થમ્પ્ટનની આસપાસમાં થયેલી બિલાડીઓની મોતને સિરિયલ કિલરની સાથે જોડી દીધી. જોકે બાદમાં પોલીસે નિવેદન આપ્યું કે એ બિલાડીઓની મોત નોર્થમ્પ્ટનમાં થયેલી બિલાડીઓની મોત સાથે સંકળાયેલી નથી. આ ઘટનામાં અત્યાર સુધીમાં પોલીસે 31 વર્ષના એક પુરુષની ધરપકડ કરી છે. તેની પૂછતાછ કરવામાં આવી પણ પ્રમાણ ન હોવાના કારણે તેને છોડી દેવામાં આવ્યો. 

ત્રણ વર્ષ ઉપર કરેલી તપાસ બાદ 2018ની સાલમાં મેટ્રોપોલિટન પોલીસે આ ઘટનાને એવું કહીને તાડું મારી દીધું કે પાળતુ બિલાડીઓની મોત માર્ગ દુર્ઘટનામાં અથવા તો કોઈ જંગલી જાનવરના હુમલામાં થઈ છે. તેની પાછળ કોઈ સિરિયલ કિલરનો હાથ નથી. લોકો પોલીસની આ થિયરી માનવા માટે તૈયાર નથી. તેમનું માનવું છે કે તેની પાછળ કોઈ માણસ છે. આજે પણ આ રહસ્ય અકબંધ છે. કોઈ દબાયેલા પગે આવે છે અને જાનવરોને મારી નાખે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments