Homeગામનાં ચોરેWhatsApp પર ડિલિટ મેસેજ કેવી રીતે વાંચી શકાય ?

WhatsApp પર ડિલિટ મેસેજ કેવી રીતે વાંચી શકાય ?

Team Chabuk-Tech Desk: પ્રાઈવસી વિવાદ બાદ પણ વોટ્સએપ કરોડો લોકો માટે પ્રાઈમરી ચેટ એપ બની રહી છે. આજે પણ વોટ્સએપના કરોડો યુઝર્સ છે. વોટ્સએપ યુઝર્સ માટે ત્યારે મુશ્કેલી સર્જાતી હોય છે જ્યારે તે ભૂલમાં જ કોઈ ગૃપમાં મેસેજ સેન્ડ કરી દેતો હોય છે. આ ઉપરાંત કેટલાક એવા મેસેજ હોય છે જે જાણી જોઈને ડિલિટ કરાયા હોય છે. જેને રિસિવર જોઈ નથી શકતો.

વર્ષ 2017માં વોટ્સએપ એક ફિચર લાવ્યું હતું જેનાથી પહેલાં પ્રશ્નનો ઉકેલ આવી ગયો હતો. વોટ્સએપે ડિલિટ ફોર એવરીવન ઓપ્શન આપી ભૂલથી થયેલા મેસેજને ડિલિટ કરવાનો તોડ આપી દીધો હતો. એટલે યુઝર્સની મુશ્કેલી દુર થઈ ગઈ છે. આજે પણ આ વિકલ્પ યુઝર્સને ખુબ કામ આવી રહ્યો છે.

ડિલિટ કર્યા બાદ જો ગૃપ હોય તો તે ગૃપના સભ્યો સમજી પણ જાય છે કે, અનયુઝ મેસેજ ડિલિટ થયો છે. જો કે, ખાનગી ચેટમાં આવી રીતે જ્યારે મેસેજ ડિલિટ થાય ત્યારે આપણે પૂછતાં હોઈએ છીએ કે શું ડિલિટ કર્યું ? અને જવાબ ન મળે તો ?

જવાબ ન મળે તો તેનો જવાબ તમે જાતે જ શોધી શકો છો જેના માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. એન્ડ્રોઈડ ફોન વપરાશકર્તાઓ આ એપને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.

જો કે, થર્ડ પાર્ટી એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં સાવચેતી પણ જરૂરી છે. થર્ડ પાર્ટી એપ્લીકેશન ઘણીવાર તમારા અન્ય ડેટાનો પણ ઉપયોગ કરતી હોય છે. જેથી આ વિકલ્પનો ઉપયોગ પોતાના જોખમે જ લેવો જોઈએ

ડિલેટેડ મેસેજ વાંચવા માટે એન્ડ્રોઈડ ફોન યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી WhatsAppRemoved+ ને ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકે છે. યુઝરે ડાઉનલોડ કર્યા બાદ આ એપને ઈન્સ્ટોલ કરવાની રહેશે. એકવાર એપ્લીકેશન મોબાઈલમાં ઈનસ્ટોલ કર્યા બાદ એપ્લીકેશનને ઓપન કરી તમામ જરૂરી પરમિશન આપવાની છે. પરમિશન આપ્યા બાદ એપ્લીકેશનને ફરી વાર ઓપન કરવાની છે.

એપ્લીકેશન કેવી રીતે કામ કરે છે ?

આ બાદ એપ્લીકેશનનું કામ શરૂ થશે. WhatsAppRemoved+ એપ આપને એ એપ્લીકેશનને સિલેક્ટ કરવાનું કહેશે જે નોટિફિકેશન તમે સેવ કરવા ઈચ્છો છો. જે લીસ્ટ આવે તેમાંથી વોટ્સએપને સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ યસ પર ટેપ કરવાનું છે. ફાઈલને સેવ કરવાની પરમિશન Allow પર ક્લીક કરતાં જ એપ્લીકેશન સંપુર્ણપણે કામ કરતી થઈ જશે.

આ પ્રક્રિયા પૂરી થયા બાદ વોટ્સએપ પર ડિલિટ મેસેજ વાંચી શકાશે. બસ તમારે ખાલી એપ્લીકેશનના સ્ટેપ ફોલો કરવાના છે.  આ એપ્લીકેશનમાંથી એડ હટાવવા માટે યુઝર્સે 100 રૂપિયા આપવા પડશે.ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની કોઈ પણ એપ્લીકેશન પ્રાઈવસીના કારણે આઈઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી.

ખાસ નોંધઃ WhatsAppRemoved+ એક થર્ડપાર્ટી એપ્લીકેશન છે જેને ઓફિશિયલ વોટ્સએપ સાથે કોઈ સંબંધ નથી. આ એપ્લીકેશનને ચાલુ કરતાં પહેલાં તમારે કેટલીક પરમિશન આપવાની હોય છે. જે પરમિશન આપતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments