Team Chabuk-National Desk: રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક પોલીસ કોન્સ્ટેબલને ગામના યુવકોએ ઝાડ સાથે બાંધી નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. આ કોન્સ્ટેબલ પર આરોપ છે કે તેનો ગામની એક વિધવા સ્ત્રી સાથે છેલ્લા બે વર્ષથી સંબંધ હતો.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજપુરા બાનઘાટીના પોલીસ કોન્સ્ટેબલ લાલુ રામ ખરાડીને ગામના લોકો એક મહિલાની સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયા. જે પછી ગામના લોકોએ કોન્સ્ટેબલને નિર્વસ્ત્ર કરીને માર માર્યો હતો. દોરડું લઈ વૃક્ષ સાથે બાંધી દીધો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ વાતની જાણકારી મળતા ઘંટાલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કોન્સ્ટેબલને કબ્જામાં લીધો હતો. જે પછી કોન્સ્ટેબલને નજીકના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. ગામના લોકોએ જણાવ્યું કે કોન્સ્ટેબલનો મહિલા સાથે બે વર્ષથી સંબંધ છે. આ મહિલાના પતિની કેટલાક વર્ષો પૂર્વે મૃત્યુ થઈ ગઈ હતી. આ મહિલા પણ દારૂનો ધંધો કરે છે.
તો બીજી તરફ કોન્સ્ટેબલનું કહેવું છે કે, તેણે મહિલાને 15 હજાર રૂપિયા આપ્યા હતા. જે લેવા માટે તેના ઘરે ગયો હતો. જોકે કેટલાક લોકોએ પાછળથી આવીને માર મારવાની શરૂઆત કરી દીધી. હું ઘણી વખત લોકોને કહેવા ઈચ્છતો હતો, પણ લોકો મારી વાત માની નહોતા રહ્યા. ગામના લોકોએ નિર્વસ્ત્ર કરી મારી પીટાઈ કરી. જોકે પોલીસ પહોંચી જતાં મને બચાવી લીધો હતો. પોલીસે આ વિષે જણાવ્યું છે કે કોન્સ્ટેબલ લાલૂરામ ખરાડી એક વર્ષથી પીપલખૂંટ પોલીસ સ્ટેશનમાં છે.
કોન્સ્ટેબલ લાલુરામ ખરાડી થોડા સમય પહેલા જ પીપલખૂંટ પોલીસ સ્ટેશનમાં નોકરી પર લાગ્યો હતો. પોલીસ સ્ટેશનના અધિક્ષકે આ વિષે કહ્યું કે, લાલુરામ ખરાડીને ગામના લોકોએ નિર્વસ્ત્ર કરી અને ઝાડ સાથે બાંધી માર માર્યો છે. આ માટે ગામના લોકો વિરૂદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. સાથે જ મહિલાને પંદર હજાર રૂપિયા ઉધાર આપવાની વાત પણ રિપોર્ટમાં લખવામાં આવી છે. પોલીસ હાલ આ સમગ્ર ઘટના અંગેની તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત