Homeગામનાં ચોરેઆ વખતે કોરોના વાઈરસની ઝપેટમાં આ જાનવર પણ આવી ગયું છે

આ વખતે કોરોના વાઈરસની ઝપેટમાં આ જાનવર પણ આવી ગયું છે

Team Chabuk-International Desk: કોરોના વાઈરસ હવે માણસોની સાથે સાથે જાનવરોમાં દેખા દઈ રહ્યો છે. જે જાનવરમાં કોરોનાના લક્ષણો દેખાયા છે તેને અંગ્રેજીમાં ઓટર્સ અને ગુજરાતીમાં જળબિલાડી કહેવામાં આવે છે. જેને જોવા માટે દૂર દૂરથી લોકો એક્વેરિયમની મુલાકાત લેતા હોય છે. આ નોળિયાની જ એક પ્રજાતિ છે. જે જમીન અને પાણી બેઉંમાં રહી શકે છે. અમેરિકાના એટલાન્ટા શહેરમાં આવેલા જ્યોર્જીયા એક્વેરિયમમાં કેટલીક જળબિલાડીઓ કોરોના સંક્રમિત મળી છે.

જ્યોર્જીયા એક્વેરિયમે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેમને ત્યાં કેટલીક જળબિલાડીઓ કોરોના સંક્રમિત થઈ છે. તેમના નાકમાંથી શ્લેષમ વહી રહ્યો છે. છીંક આવી રહી છે. થોડી થાકેલી પણ દેખાય છે અને કોઈ કોઈ વખત ઉધરસ પણ આવે છે. જોકે આ તમામ લક્ષણો હલકા સ્તરના છે. આ જળબિલાડીઓ કોરોના સંક્રમિત થઈ છે. જેમાં કોરોના વાઈરસે દેખા દીધી છે એ એશિયન સ્મોલ ક્લૉડ ઓટર્સ એટલે કે નાના પંજાવાળી એશિયાઈ જળબિલાડી છે.

જ્યોર્જીયા એક્વેરિયમમાં એનિમલ એન્ડ એન્વાયરમેન્ટ હેલ્થની વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. ટોન્યા ક્લૉસે કહ્યું કે, એક્વેરિયમના જંતુ વિશેષજ્ઞ આ જળબિલાડીઓનો અલગથી ઈલાજ કરી રહ્યા છે. તેમને અલગ રાખવામાં આવી છે. આ સિવાય એનિમલ કેર ટીમના જાનવરોના ડોક્ટર પણ તેમના પર સતત નજર રાખી રહ્યા છે.

આ અંગે ડો.ટોન્યાએ જણાવ્યું કે, અમે આ જીવોને સપોર્ટિંગ કેર પર રાખી રહ્યા છીએ. તેમની સાર સંભાળ માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ડોક્ટર પણ તપાસ કરી રહ્યા છે. તમામ પ્રકારની કાળજી રાખવા છતાં જો આ જળબિલાડીઓને કોરોનાનું સંક્રમણ થયું છે તો કોઈ એસિમ્પટોમેટિક કર્મચારી મારફતે થયું છે. જેથી જે પણ કર્મચારીઓ આ જળબિલાડીઓના સંપર્કમાં હતા તેમનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.

ડૉ.ટૉન્યાએ કહ્યું કે, આ જળબિલાડીઓ એક્વેરિયમમાં આવનારા મહેમાનોનાં સીધા સંપર્કમાં નથી આવતી. જલ્દી જ તેમનું સ્વાસ્થ્ય ઠીક કરી તેમને અન્ય જળબિલાડીઓની સાથે પરત મોકલી દેવામાં આવશે. અત્યાર સુધી કોઈ અન્ય જીવમાં કોરોના સંક્રમણની પુષ્ટી નથી થઈ. ન તો લક્ષણ દેખાયા છે.

આ પહેલા ડિસેમ્બર 2020માં લુઈવેલ પ્રાણીસંગ્રહાલયમાં એક સ્નો લેપર્ડ કોરોના સંક્રમિત થયો હતો. આ સિવાય ઉટાહ અને વિસ્કોન્સિનમાં હજ્જારો મિન્સ્ક (નોળિયા જેવી પ્રજાતિના જાનવર) કોરોના સંક્રમિત થયા હતા અને તેમનું મૃત્યુ પણ થયું હતું. કૂતરાઓ અને બિલાડીઓમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા હતા.

આ જીવ સિવાય કોઈ અન્ય જીવમાં કોરોનાના લક્ષણ નથી દેખાયા. અમેરિકામાં કોઈ પણ જીવને કોરોના વેક્સિન માટે યોગ્ય નથી માનવામાં આવ્યા. આમ છતાં અમેરિકાના તમામ પ્રાણીસંગ્રહાલયોમાં એક્વેરિયમ અને જીવોના તમામ સંસ્થાનોમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે.

અત્યાર સુધી એ ખબર નથી પડી કે આ જીવોમાં કોરોના વાઈરસનો કયો સ્ટ્રેન છે. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ નવા વેરિએન્ટનાં કારણે સંક્રમણ ફેલાયું છે. કારણ કે આ પહેલા ક્યારેય જળ બિલાડીઓમાં કોરોનાના લક્ષણ નથી દેખાયા. 2020ની મહામારી સમયે પણ આ જીવો સંક્રમિત નહોતા થયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments