Homeગામનાં ચોરેઆરોગ્ય વિભાગે કહ્યું, આ ક્રિયાથી કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ જળવાઈ રહશે

આરોગ્ય વિભાગે કહ્યું, આ ક્રિયાથી કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ જળવાઈ રહશે

Team Chabuk-National Desk: દેશમાં કોરોના વાયરસને કહેર યથાવત છે. કોરોના દેશમાં મોતનું તાંડવ કરી રહ્યો છે. લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યા છે. હોસ્પિટલમાં કોરોના, પોઝિટિવ, રેમડેસિવિર, ઓક્સિજન આવા શબ્દો જ સાંભળવા મળી રહ્યા છે. હોમ આઈસોલેટ દર્દીઓના સગાઓ પણ ઓક્સિજન માટે દોડી રહ્યા છે કારણ કે દેશમાં ઓક્સિજનની ભયંકર અછત ઉભી થઈ છે. કોરોનાથી સંક્રમિત થનારાઓમાં ઘણા લોકોનું ઓક્સિજન લેવલ ઘણું નીચે ચાલ્યું જાય છે જેના લીધે તેમને ઓક્સિજનની જરૂર પડે છે. આ સ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સમયસર Proning ક્રિયા દ્વારા ઘણા લોકોનો જીવ બચાવી શકાય છે.

ઓક્સિજન લેવલ ઘટી જાય ત્યારે શું કરવું તે અંગે આરોગ્ય મંત્રાલયે કેટલીક માહિતી આપી છે અને દાવો કર્યો છે કે, આવું કરવાથી ઓક્સિજન લેવલ જળવાઈ રહેશે અને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓએ હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘરે રહીને જ સુધારી શકાય છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, શરીરમાં ઓક્સિજનનું લેવલ પ્રોનિંગ દ્વારા વધારી શકાય છે. એક અહેવાલ મુજબ તબીબી રીતે પ્રોનિંગને શરીરમાં ઓક્સિજન સ્તર વધારવાની ક્રિયા તરીકે માન્યતા આપવામાં આવી છે. તે ઘરમાં એકાંતમાં રહેતા દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, જ્યારે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય અને શરીરમાં ઓક્સિજનનું સ્તર 94 નીચે જાય ત્યારે પ્રોનિંગની જરૂર પડે છે. સમયસર પ્રોનિંગ ક્રિયાથી દર્દીનો જીવ બચી શકે છે.

પ્રોનિંગ (proning) કરવાની રીત

દર્દીને પ્રોનિંગ કરાવવા માટે 4થી 5 ઓશિંકાની જરૂર પડે છે. આ પ્રક્રિયામાં દર્દીને ઉંધા પેટે સુવડાવવામાં આવે છે. ત્યારબાદ તેના માથા અથવા ગળાના ભાગની નીચે એક ઓશિંકુ મૂકવામાં આવે છે. છાતી અને પેટની નીચે એક અથવા બે ઓશિંકા અને પગની નીચે 2 ઓશિંકા મુકવામાં આવે છે. પ્રોનિંગની આ ક્રિયા દરમિયાન દર્દીને સતત શ્વાસ લેવાનું ચાલુ રાખવાનું કહેવામાં આવે છે. જો કે, આરોગ્ય મંત્રાલયે ચેતવણી પણ આપી છે કે, પ્રોનિંગની ક્રિયા 30 મિનિટથી વધુ ન કરવી.
આરોગ્ય મંત્રાલયે Proning ને લગતી બીજી ચેતવણી પણ આપી છે. જેમાં આ ક્રિયા ભોજન કર્યા પછી એક કલાક સુધી કરવી નહીં. ઉપરાંત આ ક્રિયા ત્યારે જ કરવી જ્યારે તેને કરવી સરળ લાગે. આ સિવાય ગર્ભવતીઓને પણ પ્રોનિંગ ન કરવા આરોગ્ય મંત્રાલયે સૂચના આપી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments