Homeગામનાં ચોરેકોરોનાની બીજી લહેર ધીમી પડી, દેશમાં બે દિવસથી 2 લાખથી ઓછા કેસ...

કોરોનાની બીજી લહેર ધીમી પડી, દેશમાં બે દિવસથી 2 લાખથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે

Team Chabuk-Gujarat Desk: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમે-ધીમે મંદ પડી રહી છે. દેશના લગભગ રાજ્યમાં દૈનિક નોંધાતા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યામાં વધ-ઘટ જોવા મળી રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,73,790 કોરોનાના નવા કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી ભારતમાં કોરોનાના દૈનિક કેસ 2 લાખથી નીચે નોંધાઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,73,790 નવા કેસ નોંધાયા છે, જ્યારે 2,84,601 દર્દીઓને સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 3617 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 2,77,29,247 કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 2,51,78,011 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 3,22,512 લોકોનો કોરોનાના કારણે જીવ ગયો છે. હાલ દેશમાં 22,28,724 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ 20,89,02,445 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

બે દિવસથી 2 લાખથી ઓછા કેસ

છેલ્લા 2 દિવસથી કોરોના સંક્રમણના આંકડા જે રીતે ઘટી રહ્યા છે તે મહામારીનો પ્રકોપ ઘટવાના સંકેત આપી રહ્યા છે. જે રાજ્યમાં કોરોનાની સુનામી આવી હતી તે રાજ્યમાંથી હવે રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 2 દિવસથી દૈનિક કેસ 2 લાખથી ઓછા નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધુ કેસ નોંધાતા હતા પરંતુ હવે મહારાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની ગતિ ધીમી પડી

મહારાષ્ટ્રમાં ગઈકાલે શુક્રવારે 24 કલાકમાં 20,740 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જ્યારે 424 દર્દીઓના મોત થયા હતા. ગઈકાલે 31,671 દર્દીઓ સ્વસ્થ પણ થયા હતા. કોરોનાની બીજી લહેરમાં પ્રથમ વખત મુંબઈમાં દૈનિક કેસ 1 હજારથી ઓછા નોંધાયા હતા. મુંબઈમાં ગઈકાલે 929 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 30 દર્દીના મોત થયા હતા.

દિલ્હીમાં પણ ઘટી રહ્યા છે કેસ

દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાની ગતિ ધીમી પડી છે. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 1141 નવા કોરોનાના કેસ નોંધાયા હતા અને 139 દર્દીઓના મોત થયા હતા. જ્યારે 2799 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. દિલ્હીમાં આ સાથે જ પોઝિટિવિટ રેટ ઘટીને 1.59 ટકા પર પહોંચી ગયો છે. દિલ્હીમાં હાલ કોરોનાના 14581 કોરોનાના એક્ટિવ કેસ છે. દિલ્હીમાં અત્યાર સુધી કુલ 23951 લોકોના કોરોનાના કારણે મોત થઈ ચુક્યા છે.

છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં 2402 નવા કેસ નોંધાયા છે અને 159 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજસ્થાનમાં 2648 કેસ નોંધાયા હતા અને 78 લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોનાના દર્દીઓના સ્વસ્થ થવાનો દર દેશમાં 91 ટકા થયો છે. જ્યારે મૃત્યુદર 1.16 ટકા છે.

કેસ ઘટતા લોકડાઉન પૂર્ણ થવાની શક્યતા

કોરોનાની બીજી લહેર દેશભરમાં હવે ધીમી પડી રહી છે ત્યારે દેશના અનેક રાજ્યમાં અનલોકની પ્રક્રિયા શરૂ થાય તેવું વર્તાઈ રહ્યું છે. દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. 1 જૂનથી મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ થશે. દિલ્હીમાં પણ 31 મેથી અનલોકની પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મોટાભાગના રાજ્યમાં ધીમે-ધીમે અનલોકની પ્રક્રિયા શરૂ થાય તેવું દેખાઈ રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments