Homeદે ઘુમા કેપાકિસ્તાનનો વિરાટ કોહલી ગણાતો આ ક્રિકેટર પોતાની કાકાની દીકરી સાથે લગ્ન કરવા...

પાકિસ્તાનનો વિરાટ કોહલી ગણાતો આ ક્રિકેટર પોતાની કાકાની દીકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે

Team Chabuk-Sports Desk: પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ લગ્ન કરવા જઈ રહ્યો છે. આવતા વર્ષે તે પોતાનું ઘર માંડશે. બાબર આઝમે પોતાના કાકાની દીકરી સાથે સગાઈ કરી લીધી છે. બાબર આઝમ હાલ પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લઈ રહ્યો છે અને તે અબુ ધાબીમાં છે. હાલ તે કોરેન્ટાઈનમાં છે, આ દરમિયાન તેણે સગાઈ કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. બાબર આઝમ આગામી વર્ષે લગ્ન કરશે.

બાબર આઝમ પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સ તરફથી રમી રહ્યો છે. લીગની બાકી રહેલી 20 મેચ 9 જૂનથી રમાઈ શકે છે. બાબર આઝમ પોતાની સગાઈના સમાચાર બહાર લાવવા ન હતો માગતો પરંતુ પાકિસ્તાની ચેનલ જિયોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓને બાબર આઝમની સગાઈની જાણકારી હતી.

તાજેતરમાં જ પાકિસ્તાનના પૂર્વ ટેસ્ટ ટીમના કેપ્ટન અઝહર અલીએ ટ્વિટર પર સવાલ-જવાબ સેશન દરમિયાન બાબર આઝમના લગ્નનો મુદ્દો ઉછાળ્યો હતો. એક ચાહકે અઝહર અલીને પૂછ્યું હતું કે તે બાબર આઝમને શું સલાહ આપવા માંગશે. જેના જવાબમાં અઝહર અલીએ જવાબમાં લખ્યું હતું કે, લગ્ન કરી લે.

બાબર આઝમ પર યૌન શોષણનો આરોપ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પર યૌન શોષણનો આરોપ પણ લાગી ચૂક્યો છે. હમિઝા મુખ્તાર નામની મહિલાએ આરોપ લગાવ્યો હતો કે બાબર આઝમે તેનું યૌન શોષણ કર્યું છે. ગર્ભપાત કરાવ્યો અને તેની સાથે લગ્ન કરવાનો ખોટો વાયદો પણ આપ્યો. પીડિતાએ કહ્યું હતું કે, બાબર અને હું  એક જ શાળામાં અભ્યાસ કરતાં હતાં. એક જ મોહલ્લામાં રહેતા હતાં. બાબરે મને પ્રપોઝ કર્યું હતું અને મેં તેનો સ્વીકાર કર્યો હતો. તે વખતે તેણે ક્રિકેટ રમવાનું શરૂ પણ ન હતું કર્યું.

ક્રિકેટર તરીકેની સફર

26 વર્ષનો બાબર આઝમ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટ્સમેન છે. બાબર આઝમે અત્યાર સુધી 31 ટેસ્ટ, 85 વન-ડે અને 58 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 43.02ની સરેરાશથી 2194 રન બનાવ્યા છે. વન-ડેમાં 55.85ની સરેરાશથી 4077 રન અને ટી-20માં 48.18ની સરેરાશથી 2168 રન બનાવ્યા છે. બાબર આઝમની તુલના વારંવાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. બાબર આઝમ અને વિરાટ કોહલીની બેટિંગ ટેક્નિકની પણ ઘણી વખત સરખામણી થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments