Homeગામનાં ચોરેપત્રકાર વિનોદ દુઆને રાજદ્રોહના કેસમાં વડી અદાલતે આપી મોટી રાહત

પત્રકાર વિનોદ દુઆને રાજદ્રોહના કેસમાં વડી અદાલતે આપી મોટી રાહત

Team Chabuk-National Desk: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆને ગુરૂવારના રોજ સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે વિનોદ દુઆની વિરૂદ્ધ હિમાચલ પ્રદેશમાં કરવામાં આવેલ રાજદ્રોહના કેસને બહિષ્કૃત કરી દીધો છે. વિનોદ દુઆએ એક યુટ્યુબ પ્રોગ્રામમાં પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકારની વિરૂદ્ધ કથિત રીતે કરવામાં આવેલી આપત્તીજનક ટીપ્પણીને લઈને ભાજપના એક સ્થાનિક નેતાએ કેસ ફાઈલ કર્યો હતો.

જસ્ટીસ યૂયૂ લલિત અને જસ્ટિસ વિનીત શરણની બેચે પોતાના આદેશમાં વિનોદ દુઆની વિરૂદ્ધ રાજદ્રોહ (આઈપીસીની કલમ 124A) સહિત અન્ય અપરાધો હેઠળ ફાઈલ કરવામાં આવેલા કેસને નિરસ્ત કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તમામ પત્રકાર, કેદારનાથ સિંહના નિર્ણય હેઠળ સંરક્ષિત છે.

જોકે કોર્ટે પત્રકારો પર લગાવવામાં આવેલા આરોપને સત્યાપિત કરવા માટે સમિતિના ગઠનની વિનોદ દુઆની માગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે વિનોદ દુઆની તરફથી ફાઈલ કરેલી બીજી યાચિકાને બહિષ્કૃત કરી દીધી હતી. જેમાં એફઆઈઆર ફાઈલ કરતા પહેલા પત્રકારોની વિરૂદ્ધ આરોપોને સત્યાપિત કરવા માટે એક સમિતિ બનાવવાની માગ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, દસ વર્ષથી વધારે અનુભવ ધરાવનારા પત્રકારની વિરૂદ્ધ કોઈ પ્રાથમિકી ફાઈલ ન કરવામાં આવે જ્યાર સુધી સમિતિ દ્વારા મંજૂરી ન મળે. કોર્ટે આ અંગે કહ્યું કે આ નિર્ણય વિધાયિકાના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

વિનોદ દુઆની વિરૂદ્ધ એફઆઈઆર ફાઈલ કરનારા ભાજપના નેતા શ્યામનું કહેવું છે કે દુઆએ પોતાના યુટ્યુબ કાર્યક્રમ ‘ધ વિનોદ દુઆ શો’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વોટ મેળવવા માટે ‘મોત અને આતંકી હુમલાઓ’નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. શ્યામનું કહેવું હતું કે આ પ્રકારના આરોપથી શાંતિ અને સાંપ્રદાયિક વૈમનસ્ય પેદા થઈ શકે છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments