Team Chabuk-International Desk: ગૂગલ, (google) ફેસબુક (facebook) અને એમઝોન (Amazon) જેવી દિગ્ગજ કંપનીઓના ઓનલાઈન મંચ પર લાઈક્સની ઉપર મહત્તમ ટેક્સ (Tax) વસૂલી કરવાની વૈશ્વિક ડિલને અંતિમ ઓપ આપવા માટે લંડનમાં શુક્રવારના રોજ G7 દેશોનાં નાણામંત્રીઓએ મંથન પ્રક્રિયાનો આરંભ કર્યો છે.
વિકસિત દેશો લાંબા સમયથી આ મુદ્દા પર સહમતિ સાધવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) દ્વારા સત્તાની કમાન સંભાળ્યા પછી વૈશ્વિક સહમતી સાધવાની દિશામાં પગલું ભર્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કંપની પર ટેક્સ (tax) લાદવામાં આવશે તો કોરોનાના કારણે જે આર્થિક સંકટ ઊભું થયું છે તેના પર મલમ લગાવી શકાય તેમ છે.
ધનાઢ્ય દેશોનું માનવું છે કે ગૂગલ (google), ફેસબુક (Facebook) અને એમેઝોન (Amazon) જેવી કંપનીઓ તેમને ત્યાંથી પૈસા તો ખૂબ કમાઈ છે પણ તેમની મોટાભાગની સેવાઓ પર ના બરાબર ટેક્સ ભરે છે. બેઠક પહેલા સુનૈકે કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે આવા કઠણ સમયમાં એવા એક નિર્ણય પર પહોંચીએ જ્યાં આર્થિક પડકારોનો સામનો કરવા માટ સહાયતા મળે.
તેમણે મુદ્દા પર જોર આપીને કહ્યું કે, બેઠકમાં સામેલ જાપાન, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને કેનેડાના નાણામંત્રીઓનો મત મહત્ત્વનો છે. બેઠકના આ નિર્ણયોને જુલાઈ મહિનામાં વેનિસમાં યોજાનારી G-20 સમ્મેલનમાં રજૂ કરવામાં આવશે. બેઠક દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પૂરતું પાલન કરવામાં આવશે. જેથી મંત્રીઓનાં પ્રતિનિધિ મંડળ અને પત્રકારોની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
અમેરિકાએ પોતાના પ્રસ્તાવમાં આ કંપનીઓ પાસેથી ઓછામાં ઓછા 15 ટકા ટેક્સ (Tax) વસૂલવાનો મત વ્યક્ત કર્યો છે. તેમના પ્રમાણે જો કોઈ કંપનીએ ઓછા દરની સાથે ભૂગતાન કર્યું તો કદાચ તેમને ટૉપ-અપ વ્યાજદરોનું ભુગતાન કરવું પડશે. બાઈડેન પ્રશાસન આ પહેલા કોર્પોરેટ ટેક્સના દરને વધારીને 28 ટકા કરવાનો વિચાર કરી રહી હતી. જોકે ગુરૂવારના રોજ એમણે ઓછામાં ઓછા 15 ટકા કરવાનો નિર્ણય લીધો. જેથી આવનારા ખર્ચાઓમાં તેને રિપબ્લિકનનો સહયોગ મળી શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત