Homeગામનાં ચોરેભૂત ચોંટ્યું છે કહી તાંત્રિકે બીમાર મહિલાને ગરમ ગરમ તવીથાના ડામ દીધા

ભૂત ચોંટ્યું છે કહી તાંત્રિકે બીમાર મહિલાને ગરમ ગરમ તવીથાના ડામ દીધા

Team Chabuk-National Desk: અંધવિશ્વાસનો વધુ એક કિસ્સો દેશમાં બન્યો છે. ઉત્તર પ્રદેશના ફત્તેહપુર જિલ્લાના જાફરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક મહિલા બીમાર હતી. આરોપ છે કે આ મહિલાની તાંત્રિકને હાથે ધોલ ધપાટ કરવામાં આવી. એટલું જ નહીં તાંત્રિકે મહિલાને ગરમ ગરમ તવીથાથી ઘાયલ પણ કરી દીધી હતી.

એક તો મહિલા પહેલાથી જ બીમાર હતી એમાં તાંત્રિકની કરતૂતે તેની નસકૂસ વિનાની કરી દીધી. પોલીસે આ સમગ્ર ઘટનામાં મહિલાના પતિની ધરપકડ કરી છે. બીજી બાજુ તાંત્રિકની શોધ ચાલી રહી છે. પીડિત મહિલાને દાઝ્યા પર ડામ દીધા બાદ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ આ મહિલાનું નામ અનીતા છે. 40 વર્ષની તેની ઉંમર છે. ગત કેટલાક દિવસોથી તેની તબિયત નાદુરુસ્ત હતી. એવામાં શ્વસુરપક્ષે કોઈ સારા ડોક્ટરને બતાવવાની જગ્યાએ તાંત્રિકને બોલાવ્યો અને ત્યાં જ આ સમગ્ર ઘટનાએ આગ પકડી. તાંત્રિકે મહિલા પર ભૂત-પ્રેત ચોંટેલું છે એવું કહ્યું. જે પછી અનીતાને ઈલાજના નામ ઉપર પરેશાન કરી. તેને ઢોર માર મારવામાં આવ્યો. તાંત્રિકે વધુમાં ગરમ ગરમ તવીથાના ડામ દીધાં. જેથી મહિલાનું શરીર ઘણી જગ્યાએથી ઘાયલ થઈ ગયું.

આ વચ્ચે પીડિતા પીડાના કારણે રાડો પાડતી રહી. જોકે તાંત્રિક પણ ઊભો ન રહ્યો અને પરિવારના કોઈ વ્યક્તિએ તેને રોકવાનો પ્રયાસ પણ ન કર્યો. બીજી બાજુ ગામના લોકોને આવી કોઈ ઘટના બની રહી હોવાની ખબર લાગી જતા તેમણે આ અંગે ઉહાપોહ મચાવ્યો અને પોલીસને બોલાવી હતી.

પીડિતાના ભાઈ જયનારાયણને પણ આ અંગે જાણકારી મળી. એમણે જણાવ્યું કે સૌ પહેલા તેમના પુત્રએ તેમની ફઈને રાડો પાડતા અને ઘાયલ અવસ્થામાં જોઈ. જયનારાયણે જણાવ્યું કે, તેમનો દીકરો કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો. ત્યારે જ તેમને આવી જાણકારી મળી. જયનારાયણે એ પણ કહ્યું કે, જો અનીતાને કોઈ પરેશાની હતી, તો તેમના શ્વસુરપક્ષના લોકોને આ અંગેની જાણકારી આપવી જોઈતી હતી. તેમણે કહ્યું કે જો એમનો દીકરો તેમની પાસે સમયસર ન પહોંચેત તો આ ઘટનાની કોઈ જાણકારી પણ પ્રાપ્ત ન થાત.

ગામના લોકોએ પોલીસને સૂચિત કર્યા બાદ જાફરગંજની પોલીસ ગામમાં આવી હતી. અનિતાના પતિની ધરપકડ કરવામાં આવી. અનિતાના પતિ, તેના શ્વસુરપક્ષના લોકો અને તાંત્રિકની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. જાફરગંજ પોલીસ સ્ટેશનના સીઓ દિનેશ મિશ્રાએ જણાવ્યું કે, તાંત્રિક હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. તો મહિલાને ઉપચાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. પીડિતાની સ્થિતિ સુધરવા પર તેમનું નિવેદન લેવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments