Team Chabuk-International Desk: આજથી બે વર્ષ પહેલા પોતાની માતાની નિર્દયતાપૂર્વક હત્યા કરનારાને સજા મળી ચૂકી છે. આ ઘટના સ્પેનની છે જ્યાં એક વ્યક્તિએ પોતાની જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ હત્યા જેવી તેવી નહોતી. કઠણ હ્રદયના માનવીને પણ કમકમાટી છુટાવી દે તેવી હતી. તેણે પોતાની માતાના એક હજાર ટૂકડા કરી નાખ્યા હતા. કોર્ટે આ કેસમાં તેને 15 વર્ષની સજાની સાથે સાથે 53 લાખ રૂપિયાનો જુર્માનો પણ ઠોકી દીધો છે. કોર્ટે આ પૈસા તેને તેના ભાઈને આપવાનો હુકમ કર્યો છે. સાથે જ લાશના ટુકડા કર્યા હોવાથી કોર્ટે તેને વધારાના 5 મહિનાની સજા સંભળાવી છે.
2019માં 28 વર્ષીય અલ્બર્ટો સાંચેજ ગોમેઝની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તેના ઘરમાં તેના માતાના શરીરના કેટલાક ટૂકડા મળ્યા હતા. કટકા પ્લાસ્ટિકના કન્ટેનરમાં પણ બંધ હતા. પોલીસે સાંચેજનાં એ તર્ક પર પણ પૂર્ણવિરામ મુકી દીધું હતું કે હત્યા કર્યાના સમયે તે માનસિક રોગથી પીડાતો હતો.
આ ઘટના 2019માં ફેબ્રુઆરી મહિનામાં બની હતી. સ્પેનની રાજધાની મેડ્રિડના પૂર્વ ભાગમાં રહેનારા એક વ્યક્તિએ પોલીસને આ વારદાત વિશેની જાણકારી આપી હતી. આ વ્યક્તિ સાંચેજ ગોમેઝનો મિત્ર હતો. કોર્ટમાં ગોમેઝે જણાવ્યું કે, જ્યારે આ ઘટના બની હતી ત્યારે તેની ઉંમર 26 વર્ષની હતી. ગોમેઝે કહ્યું કે ઝઘડો ચાલતો હતો ત્યારે આવેશમાં આવી જઈ તેણે તેની માતાની ગરદન દબાવી દીધી હતી. એ પછી તેણે મૃતદેહના કટકા કર્યા હતા. એ મૃતદેહના કટકા ખાધા અને સાથે સાથે પોતાના પાળતું કૂતરાને પણ ખવડાવ્યા હતા.
ઘટનાના એ સમયના સાક્ષીઓએ કહ્યું હતું કે, અભિયુક્તે પોતાની માતાનું શરીર કાપવા માટે સુથારની કરવત અને બે રસોઈમાં વાપરવાના ચાકુનો ઉપયોગ કર્યો હતો. જેમાં શરીરના કેટલાક કાપેલા ભાગ કન્ટેનરમાંથી મળ્યા હતા. બે અઠવાડિયા સુધી તેણે આ ટૂકડાઓને ખાધા હતા અને પોતાના કૂતરાને પણ ખવડાવ્યા હતા. કોર્ટે પણ ગોમેજના વકિલોએ કરેલા માનસિકરૂપથી અસ્વસ્થતાના દાવાનું ખંડન કરી દીધું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત