Homeગામનાં ચોરેઅદાણીના શેયર પાતાળ લોકમાં ચાલ્યા જતાં એશિયાના ધનિકોની સૂચિમાં બીજા નંબરથી આટલા...

અદાણીના શેયર પાતાળ લોકમાં ચાલ્યા જતાં એશિયાના ધનિકોની સૂચિમાં બીજા નંબરથી આટલા નંબરે પહોંચી ગયા

Team Chabuk-National Desk: ગૌતમ અદાણીની સંપત્તિમાં બોલેલા કડાકા બાદ હવે તે એશિયાના બીજા નમ્બરના ધનિક વ્યક્તિ નથી રહ્યા. શેયર માર્કેટમાં અદાણીના શેયર તળીયે બેસી જવાના કારણે તેમની નેટવર્થમાં ભારે પડતી થઈ છે. માત્ર ત્રણ જ દિવસમાં અદાણીની સંપત્તિ 9.4 અરબ ડોલર એટલે કે આશરે 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ છે.

બ્લૂમબર્ગ બિલિયનેર ઈન્ડેક્સના જણાવ્યા અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થ માત્ર બુધવારે આશરે 4 અરબ ડોલર ઘટીને 67.6 અરબ ડોલર થઈ ગઈ હતી. શેયરમાં મચેલી ઉથલપાથલ અને સંપત્તિમાં આવેલા તીવ્ર ઘડાટાના કારણે ચીનના ઝોંગ શાન્શાન ફરી એશિયાના બીજા નંબરના ધનિક વ્યક્તિ બની ચૂક્યા છે. હાલ 84.5 અરબ ડોલરની આવક સાથે મુકેશ અંબાણી એશિયાના નમ્બર એક ક્રમાંકિત ઉદ્યોગપતિના સ્થાન પર અણનમ છે.

સોમવારના રોજ અદાણી ગ્રુપના શેયરમાં જંગી ઉથલપાથલ જોવા મળી હતી. આજે ગુરૂવારના રોજ પણ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના શેયર બીએસઈમાં (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) આશરે 8.5 ટકા તૂટીને 645.35 રૂપિયા પર પહોંચી ગયા હતા. આ સિવાય અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવન અને અદાણી ટોટલ ગેસના શેયરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લગાવવી પડી હતી.

સોમવારના રોજ સમાચાર આવ્યા હતા કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટર લિમિટેડે ત્રણ વિદેશી ફંડોના એકાઉન્ટને સ્થગિત કરી દીધા છે. આ ત્રણે વિદેશી કમ્પનીએ અદાણીની કમ્પનીમાં 43,500 રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ કારણે અદાણી સમૂહના શેયરમાં સોમવારના રોજથી કડાકો બોલવા લાગ્યો અને જોત જોતામાં શેયર પાતાળમાં ચાલ્યા ગયા હતા. મોટાભાગના શેયરમાં લોઅર સર્કિટ લગાવવું પડ્યું હતું. મંગળવાર અને બુધવારના રોજ પણ અદાણીના શેયરમાં લોઅર સર્કિટ લગાવવાની જરૂરિયાત પડી હતી.

સોમવાર બપોર પછી આ વિશે અદાણી સમુહ તરફથી વિધિવત નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે આ સમગ્ર ખબરને પાયા વિહોણી ગણાવી હતી. એનએસડીએલે પણ આ વાતથી ઈન્કાર કર્યો હતો. આનાથી અદાણી ગ્રુપના શેયરોમાં થોડો સુધાર આવ્યો હતો. જોકે આ નિવેદન છતાં તે પુરી રીતે રિકવર નહોતા થઈ શક્યા.

બ્લૂમબર્ગ બિલિયનેર ઈન્ડેક્શના જણાવ્યા અનુસાર ગત્ત અઠવાડિયે શુક્રવારનાં રોજ શેયર બજાર બંધ થતાં સમયે ગૌતમ અદાણીની નેટવર્થ 77 અરબ ડોલર આસપાસ રહી હતી. એટલે કે માત્ર ત્રણ જ વહિવટી દિવસોની અંદર અંદર તેમની આવકમાં 9.4 અરબ ડોલર અર્થાત્ 70 હજાર રૂપિયાનો તોતિંગ ઘટાડો આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments