Team Chabuk-National Desk: મધ્યપ્રદેશમાં શુક્રવારના રોજ ઉર્જામંત્રી પ્રદ્યુમન સિંહ તોમરનો એક અલગ જ અવતાર જોવા મળ્યો હતો. ગ્વાલિયરમાં વારંવાર વીજળી ન મળવાની ફરિયાદો થતી રહેતી હતી. જેનાથી કંટાળીને ઉર્જા મંત્રી ખૂદ તપાસ કરવા માટે દોડતા પહોંચ્યા હતા અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે થાંભલા પર ચડી ગયા હતા.
સીડીઓની સહાયતાથી ઉર્જા મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર ખૂદ ઉપર ચડ્યા અને ઠીક કરવા લાગ્યા અને ત્યાં જમા થયેલા કચરાને હટાવીને સાફ સફાઈ કરી નાખી. ટ્રાન્સફોર્મર પર ઝાડની ડાળખીઓ વીજળીની સપ્લાઈમાં અવરોધરૂપ આવતી હતી. તેમણે કામ તો કરી દેખાડ્યું પણ વીજ અધિકારીઓની લાપરવાહીથી સ્થાનિકોને જે મુશ્કેલી વેઠવી પડી તે અંગે માફી પણ માગી.
વીજળી ન મળવાની ફરિયાદથી નારાજ ઉર્જા મંત્રી પ્રદ્યુમનસિંહ તોમરે કહ્યું કે, જ્યાં પણ ટ્રિપિંગ હશે ત્યાં ખૂદ જઈ તેઓ તપાસ કરશે અને જરૂર પડશે તો પ્રશાસન પર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમણે પીએસ અને એમડીના કર્મચારીઓને લોકોને ઠીકથી ઉર્જા પહોંચાડવાનો નિર્દેશ આપ્યો. ઉર્જા મંત્રી તોમર મૂળ ગ્વાલિરના જ રહેવાસી છે.
ઉર્જા મંત્રી તોમરે પ્રમુખ સચિવ, વીજળી કંપનીના ત્રણે એમડીને પણ સખત શબ્દોમાં હુકમ આપ્યો હતો કે રાજ્યમાં જો ટ્રિપિંગની સમસ્યા હશે તો હું ખૂદ ઠીક કરીશ અને અધિકારીઓ પાસે પણ ઠીક કરાવીશ. જે નિર્દેશોનું પાલન નહીં કરે તેમની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તે પછી ગમે તે અધિકારી કેમ ન હોય.
હાલ ઉર્જા મંત્રી તોમર ભરપૂર એક્શન મોડમાં છે. ગ્લાલિયરમાં જ થોડા સમય પહેલા એક સબસ્ટેશન ઉપર તેમણે છાપો માર્યો હતો જ્યાંથી દારૂની બોટલો પકડાઈ હતી. જે પછી તેમણે વીજ વિભાગના કર્મચારીઓને ફટકાર લગાવી હતી અને સીધાદોર કરી દીધા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત