Team Chabuk-International Desk: ઉત્તર ઈંગ્લેન્ડની પેટાચૂંટણીમાં પાર્ટી પ્રચાર સામગ્રીમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ કરવામાં આવતા પ્રવાસી ભારતીય સમૂહોએ બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીને વિભાજનકારી અને ભારત વિરોધી જાહેર કરી દીધી છે. તેમણે આ તસવીરની કડક શબ્દોમાં આલોચના કરી હતી. જોકે બાદમાં જ્યારે તસવીર સોશિયલ મીડિયા પર આવી તો દાવ ઉલટો પડી ગયો હતો.
વેસ્ટ યોર્કશાયરના બાટલી અને સ્પેનમાં ગુરૂવારના રોજ થનારી પેટા ચૂંટણીની પ્રચાર સામગ્રીમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2019ની જી-7 શિખર સમ્મેલનમાં કંઝર્વેટીવ પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનની સાથે હાથ મિલાવતી તસવીર પ્રકાશિત થઈ છે. એ સાથે ટોરી ખાતેનાં સાંસદને લઈ એક સંદેશ પણ લખવામાં આવ્યો છે કે તેમને બચીને રહેવું જોઈએ.
ટોરીના સાંસદ રિચર્ડ હોલ્ડને ટ્વીટર પર આ અંગેની તસવીર પોસ્ટ કરી હતી તો સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ મળવા લાગી. તેઓ ખૂદ સવાલોના ચક્રવ્યૂહમાં સપડાય ગયા હતા અને તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે, શું આનો અર્થ એ છે કે લેબર પાર્ટીના નેતા સર કીમ સ્ટાર્મરને ભારતીય પ્રધાનમંત્રીની સાથે હાથ મિલાવવા ન જોવા જોઈએ.
.@AngelaRayner comes over like butter wouldn’t melt on @BBCr4today but @UKLabour are putting out this 👇 In #BatleyAndSpenByelection
— Richard Holden MP (@RicHolden) June 28, 2021
1) Would @Keir_Starmer not meet @narendramodi?
2) Labour are, again, playing the identity politics they have a go at @georgegalloway for! pic.twitter.com/7L1JhVlBiM
ભારતીય સમુદાયના સંગઠન કંઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFIN) કહ્યું કે, ‘પ્રિય કીર સ્ટાર્મર, શું તમે આ પ્રચારક સામગ્રીની એવી વ્યાખ્યા કરો છો કે અને સ્પષ્ટ કરી શકો છો કે લેબર પાર્ટીના કોઈ પ્રધાનમંત્રી- રાજનેતા વિશ્વના સૌથી મોટા લોકતંત્રની સાથે કોઈ સંબંધ રાખવાથી નનૈયો ભણી શકે? શું બ્રિટનમાં ભારતના 15 લાખથી વધારેના સમુદાયની સામે આપનો આ સંદેશ છે?’
come on, Ric – this is misleading. why are you tweeting a version with a half of the leaflet scrubbed out? if you want to criticise it, at least post the whole thing. pic.twitter.com/6G1ntVuVvq
— Henry Mance (@henrymance) June 28, 2021
Here’s the undoctored version. Naughty naughty Ric pic.twitter.com/myoHeKPlp6
— Lord of Equity (@LordEquity) June 28, 2021
હવે આ પ્રચાર સામગ્રીને લઈ લેબર પાર્ટીના નેતાઓની વચ્ચે પણ આક્રોશ પાંગર્યો છે. લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાએ આને તાત્કાલિક ધોરણે પરત લેવાની વાત મૂકી છે. LFINએ એક નિવેદનમાં કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે લેબર પાર્ટીએ પોતાની લીફલેટ પર વિશ્વના સૌથી મોટા લોકતંત્ર અને બ્રિટનના સૌથી નજીકના ઘનિષ્ઠ મિત્રમાંથી એક ભારતના પ્રધાનમંત્રીની 2019ની જી-7 સંમેલન દરમિયાનની એક તસવીરનો ઉપયોગ કર્યો છે. લેબર પાર્ટીના ભારતીય મૂળના વરિષ્ઠ સાંસદ વીરેન્દ્ર શર્મા દ્વારા પણ આ પગલાંની કડક શબ્દોમાં આલોચના કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત