Team Chabuk-International-Desk: હેતીના રાષ્ટ્રપતિ જુવેનેલ મોઈઝની હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હેતીના અંતરિમ પીએમ ક્લાઉડ જોસેફ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. હુમલામાં તેમની પત્ની પણ ઘાયલ થઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મંગળવાર અને બુધવારની રાતે 1 વાગ્યે કેટલાક હુમાલોખોરો રાષ્ટ્રપતિ જુવેનેલ મોઈઝના ઘરમાં ઘુસ્યા અને હુમલા કરી દીધો. ચર્ચા છે કે આ હુમલાખોરો સ્પેનિશ અને ઈંગ્લિશ હતા. હુમલામાં મોઈઝનું મૃત્યું થયું છે. તેમની ઘાયલ પત્ની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.
આ હત્યાકાંડ બાદ હેતીની જનતાને સંબોધિત કરતા ક્લાઉડ જોસેફે કહ્યું કે હવે તેઓ દેશના પ્રભારી છે. તેમણે હેતીની જનતાને શાંત રહેવા માટે અપીલ કરી છે. ક્લાઉડે પોલીસ અને સૈન્યને જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે.
અમેરિકાએ આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે હત્યાને લઈ તપાસમાં સહયોગ આપવાની પણ તૈયારી દર્શાવી છે. વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી જેન પસ્કીએ નિવેદન આપતા કહ્યું હતું કે, દેશ હેતીની સરકાર અને તેમની જનતા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનને જલ્દી જ આ ઘટના વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવશે.
હેતીમાં હિંસાની ઘટનાઓ સામાન્ય છે. હાલમાં જ રાજધાની પોર્ટ-ઓ-પ્રિંસમાં કેટલાય દિવસો સુધી ગેંગવોર ચાલ્યું હતું. મીડિયાની રિપોર્ટ દર્શાવે છે કે આ વર્ષનો જૂન મહિનો પહેલા કરતા પણ વધારે હિંસક રીતે પસાર થયો છે. માત્ર આ મહિનામાં જ થયેલી ગેંગવોરના કારણે 13 હજાર લોકોએ પોતાનું રહેઠાણ ગુમાવ્યું છે અને ભટકી રહ્યા છે.
હેતી વિનાશની વચ્ચે જીવન વ્યતિત કરતો દેશ છે. ભૂકંપ ત્યાંની સૌથી મોટી સમસ્યા છે. આ સિવાય તોફાન અને વાવાઝોડાની કુદરતી ઘટનાઓ બનતી રહે છે. જેથી જાન માલને મોટાપાયે નુકસાન પહોંચે છે. પહેલાથી અભાવગ્રસ્ત હેતી માટે આવી આપત્તીઓ ત્રાસદાયક સાબિત થાય છે. તેમાં ગેંગવોરની ઘટનાઓ દેશની કમર ભાંગી નાખે છે.
હેતીમાં સરમુખત્યાર શાહીનો લાંબો અને કાળમૂખો ભૂતકાળ રહ્યો છે. 20મી સદીના મોટાભાગમાં તખ્તાપલટની વારંવાર કોશિશ થતી રહી છે. કરપ્શન અને રાજનીતિક ઉદાસીનતા વિરૂદ્ધ 1986માં મોટા પાયે પ્રદર્શન થયું હતું. જોકે આ વિરોધ પણ તખ્તાપલટને નેસ્તાનાબુદ નહોતું કરી શક્યું. હેતીની 20મી સદી આ પ્રકારની ઘટમાળાઓ વચ્ચે જ પસાર થઈ હતી.
હેતીમાં રાજનીતિક અસ્થિરતા અને ગરીબી અરાજકતા પેદા કરે છે. મજબૂત રાજનીતિક લીડરશીપ ન હોવાના કારણે વારંવાર આવા છમકલાઓ થતા રહે છે. જેથી હિંસક ગેંગ બને છે અને નિર્દોષ લોકોનું કાસળ નીકળી જાય છે. આ સિવાય કુપોષણ પણ હેતીની મોટી સમસ્યા છે.
2016માં અહીં ચૂંટણી થઈ હતી. વિપક્ષે આ ચૂંટણીમાં આડોડાઈ હોવાનું કારણ દર્શાવી બહિષ્કાર કર્યો હતો. 21 ટકા લોકો જ વોટ નાખવા માટે ગયા હતા. આ ચૂંટણીના પરિણામ થકી જ હેતીના રાષ્ટ્રપતિ જુવેનેલ મોઈઝ બન્યા હતા. તેમના પર આરોપ લાગતા રહેતા હતા કે તેઓ પણ સરમુખત્યારશાહીની ફેવર કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત