Team Chabuk-National Desk: ગુનાખોરીની દુનિયામાં ભાગ્યે જ બને એવી ઘટના બની છે. એક વ્યક્તિ જેને માનસિક રીતે અસ્થિર ગણવામાં આવી રહ્યો છે, તે મહિલાનું કપાયેલું માથું પોતાના બેગમાં લઈ ગામ લોકોની વચ્ચે ઘુમી રહ્યો હતો. વાંચતા જ ભયનું લખલખું પસાર થઈ જાય તેવી ઘટના છે. ઘણાને આ ફિલ્મની પટકથા પણ લાગશે, જોકે આ પટકથા નહીં પણ સત્યકથા છે.
ઝારખંડના સરાયકેલા જિલ્લાનાં લુપુંગડીહ ગામમાં મંગળવારે બપોરના સમયે એક અજીબોગરીબ ઘટના બની હતી. અહીં ગુડ્ડુ ગોપ નામનો વ્યક્તિ બેગમાં એક મહિલાનું માથું ધડથી અલગ કરીને કલાકો સુધી રખડતો રહ્યો હતો. આ વ્યક્તિએ મહિલાનું માથું કાપી બેગમાં નાખી દીધું હતું અને લોકોની વચ્ચે ઘુમતો રહ્યો હતો.
ગ્રામજનોને તેની હરકતથી દાળમાં કંઈક કાળું લાગ્યું હતું. એમણે પોલીસને તાત્કાલિક બાતમી આપી હતી. પોલીસને જ્યારે ખબર પડી કે વ્યક્તિના બેગમાં કપાયેલું માથું છે તો તેમણે યુવકને પકડવા માટે દોટ લગાવી હતી. ડરથી વ્યક્તિ બેગમાં રહેલું માથું ત્યાં જ છોડી ભાગી ગયો હતો. પોલીસે ઘણી મશકત્ત ઉઠાવી ત્યારે આ વ્યક્તિ હાથમાં આવ્યો હતો.
પોલીસે માનસિક રીતે વિક્ષિપ્ત એવા આ વ્યક્તિની ધરપકડ કરી હતી. બીજી બાજુ બેગમાં રાખેલ કપાયેલું માથું પણ પોલીસે તેની પાસેથી જપ્ત કર્યું હતું. પોલીસને માથું કોનું છે આ માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને અંતે મહિલાની ઓળખ શક્ય બની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર માથું કપાયેલી લાશ ચાંડિલના બનિયા પાડાના ગુરૂચરણ કુમ્હારની પત્ની સબિતા કુમ્હારની છે. લુપુંગડીહનો રહેવાસી ગુડ્ડુ ગોપ અને તેની પત્નીએ સાથે મળીને આ મહિલાને ઠેકાણે પાડી દીધી હતી. સબિતા કુમ્હારી સાત વર્ષથી પોતાના પતિને છોડીને ગુડ્ડુ ગોપની સાથે રહેતી હતી.
ગુડ્ડુએ પોલીસને જણાવ્યું હતું કે, ચાંડિલ રેલવે સ્ટેશનની બાજુમાં બંધ પડેલી અનાજની મિલમાં સબિતા કુમ્હારનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસે એ પછી લાશ જપ્ત કરી બંને પતિ પત્નીની ધરપકડ કરી હતી. સબિતાના પતિ ગુરૂચરણે જણાવ્યું હતું કે, તે મારા ઘરેથી સાત વર્ષથી નીકળી ગઈ હતી. મારો તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હવે રહ્યો નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત