Homeગામનાં ચોરેહવે મેઘરાજા નજીકમાં: બંગાળની ખાડીમાંથી શરૂ થયેલી હવા પૂર્વી વિસ્તારમાં પહોંચી

હવે મેઘરાજા નજીકમાં: બંગાળની ખાડીમાંથી શરૂ થયેલી હવા પૂર્વી વિસ્તારમાં પહોંચી

Team Chabuk-National Desk: 15 દિવસ પહેલા નિષ્ક્રિય થયેલું ચોમાસુ ફરી સક્રિય થતાં લોકોનાં જીવમાં જીવ આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાંથી ચાલનારી ચોમાસાની સિઝનની હવા ગુરૂવારથી ધીમે ધીમે દેશના પૂર્વી વિસ્તારનાં કેટલાક ભાગમાં પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  

જેથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ કારણે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા મધ્યપ્રદેશ અને મુંબઈના કેટલાક વિસ્તારોમાં ગુરૂવારનાં રોજ વરસાદ પડ્યો હતો. નાગપુરમાં પણ ભારે વરસાદ બાદ કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા.  

જોકે બીજી બાજુ દિલ્હી હજુ કપરી સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે. દિલ્હીવાસીઓ હજુ પણ ચાતક નજરે વરસાદની પ્રતિક્ષામાં લાગ્યા છે. જુલાઈ અને મે મહિનામાં દિલ્હીવાસીઓ બળબળતા તાપની અનુભૂતિ કરી રહ્યા છે. ગુરૂવારનાં રોજ અહીંનું તાપમાન 30.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ રહ્યું હતું. ચોમાસાની સિઝનમાં કોઈ દિવસ દિલ્હીનું તાપમાન આટલું નથી રહ્યું.

આ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. જ્યારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. જોકે મોડી રાત્રે દિલ્હીમાં હળવા ઝાપટા પડ્યા હતા. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટાથી એ માહિતી મળી છે કે સવારમાં 8.05 વાગ્યે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 151 અર્થાત્ મોડરેટર લેવલ પર હતું.

દિલ્હીમાં છેલ્લા 15 વર્ષમાં આ વર્ષે સૌથી મોડું ચોમાસુ પહોંચ્યું છે. આ પહેલા 2006માં 9 જુલાઈનાં રોજ દિલ્હીમાં ચોમાસુ આવ્યું હતું. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કરતા જણાવ્યું છે કે 10 જુલાઈ આસપાસ પશ્ચિમ ઉત્તરપ્રદેશના બાકીનાં ભાગમાં, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગની સાથે દિલ્હીનાં કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે. જેથી દિલ્હીના મધ્ય અને નોર્થ વેસ્ટ વિસ્તારમાં વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 2012માં 7 જુલાઈ અને 2006માં 9 જુલાઈનાં રોજ ચોમાસાનું પ્રાગટ્ય થયું હતું. 2002માં 19 જુલાઈનાં રોજ પહેલી વખત વરસાદ પડ્યો હતો. 1987ની સાલમાં સૌથી લેટ 26 જુલાઈનાં રોજ મેઘ મંડાણા હતા.

ત્રીસ જૂન સુધીમાં પૂર્વી રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ચંદીગઢના કેટલાક ભાગને છોડીને ચોમાસુ સમગ્ર દેશમાં એક રાઉન્ડ લગાવી ચૂક્યું છે. હાલ તે બાડમેર, ભીલવાડા, ધૌલપુર, અલીગઢ, મેરઠ, અંબાલા અને અમૃતસર સુધી અટકેલું હોવાની હવામાન વિભાગે માહિતી આપી છે. સામાન્ય રીતે 8 જુલાઈ સુધીમાં ચોમાસુ સમગ્ર દેશને કવર કરી લે છે. જોકે આ વખતે મેઘરાજા વિપદા બન્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments