Homeગામનાં ચોરેVIDEO: બીલાડીએ આ અંદાજમાં કરી કાચબાની સવારી, જુઓ વીડિયો

VIDEO: બીલાડીએ આ અંદાજમાં કરી કાચબાની સવારી, જુઓ વીડિયો

Team Chabuk-Viral Desk: પાલતું પ્રાણીઓમાં બીલાડીની શરારતો કોઈથી છુપી રહી શકી નથી. બીલાડીઓનો નટખટ અંદાજ અને તેની ચોંકાવનારી હરકતો ક્યારેક દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં એક ક્યૂટ બીલાડી કાચબાની પીઠ પર બેઠીને તેની સવારી કરી રહી છે. લોકો આ વીડિયો પર કોમેન્ટનો વરસાદ વરસાવી મજા લઈ રહ્યા છે.

કાચબાની સવારી

59 સેકન્ડના આ વીડિયોમાં બીલાડી અને કાચબાને જોઈ શકાય છે. બીલાડી (Cat) કાચબાની સવારી કરી રહી હોય તેમ તેના પર ઉભી છે અને બેલેન્સ જાળવવાની કોશિશ કરી રહી છે. બીજી તરફ કાચબાભાઈ પોતાની ધૂનમાં પોચા પગે આગળ વધી રહ્યા છે. જેમ જેમ કાચબો આગળ વધી રહ્યો છે તેમ તેમ બીલાડીનું સંતુલન બગડી રહ્યું છે. જો કે, બીલાડી બહેન જેમ તેમ કરીને સંતુલન જાળવવામાં સફળ રહે છે. એક તબક્કે કાચબો રોકાઈ જાય છે આ સમયે બીલાડી કાચબા પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે. જો કે, કાચબાભાઈએ ફરીથી ચાલતી પકડતા બીલાડી ફરી કાચબાસવારીની મજા માણે છે. આ ઘટના સતત એક મિનિટ સુધી ચાલ્યા કરે છે.

1 લાખથી વધુ લોકોએ જોયો વીડિયો

વીડિયો ક્યાનો છે તે જાણી શકાયું નથી. આ વીડિયોને @BuitengebiedenB નામના ટ્વીટર હેન્ડલ પર શેર કરાયો છે. વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે અને 2 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.

વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયા

વીડિયો પર લોકો અલગ-અલગ પ્રકારે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈને બીલાડીનું કાચબા પર સવારી કરવું ક્યૂટ લાગી રહ્યું છે તો કેટલાય લોકો એવા પણ છે જેણે બીલાડીની આ હરકત પર નારાજગી વ્યક્ત કરી છે.

એક યુઝરે લખ્યું છે, ‘બિચારો કાચબો’

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘મફતની સવારી’

તાજેતાજો ઘાણવો




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments