Homeગામનાં ચોરેપુલિત્ઝર પ્રાઈઝ વિજેતા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા

પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં હત્યા

Team Chabuk-International Desk: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વની વચ્ચે સ્થિતિ દિનપ્રતિદિન બગડતી જઈ રહી છે. અહીંના કંધાર પ્રાતમાં કવરેજ કરવા માટે ગયેલા ભારતના પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા, રોઇટર સંસ્થાના પત્રકાર-ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા કરી દેવામાં આવી છે. દાનિશ સિદ્દીકીની હત્યા કંધારના સ્પિન બોલ્ડક વિસ્તારમાં ઝડપ દરમિયાન થઈ હતી.

પુલિત્ઝર એવોર્ડથી સન્માનિત દાનિશ સિદ્દીકીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફોટો જર્નાલિસ્ટમાં થતી હતી. વર્તમાન સમયે તેઓ આંતરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટરમાં કામ કરી રહ્યા હતા. તેઓ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસાનું કવરેજ કરી રહ્યા હતા. દાનિશ સિદ્દીકીએ હાલમાં જ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અફઘાનિસ્તાનના કવરેજ સાથે સંલગ્ન માહિતી અને તસવીરો મૂકી હતી. દાનિશ સિદ્દીકીના કાફલા પર આ પહેલા પણ ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનમાં એક વખત ફરી તાલિબાન કન્ટ્રોલ આવતો દેખાઈ રહ્યો છે. આ કારણે જ અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતમાં હિંસા ભડકેલી દેખાય રહી છે. વિશ્વભરના પત્રકારો અફઘાનિસ્તાનમાં છે અને રિપોર્ટીંગ કરી રહ્યા છે. જાણકારી પ્રમાણે અફઘાનિસ્તાનના સ્પેશિયલ ફોર્સના સાદિક કરજઈનું પણ મોત થઈ ચૂક્યું છે. સાદિક હિંસા દરમિયાન દાનિશની સાથે જ હાજર હતા.

દાનિશને વર્ષ 2018માં પુલિત્ઝર પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાનિશ સિદ્દીકીના પિતાનું નામ અખ્તર સિદ્દીકી છે. જેઓ પણ પુત્રની અણધારી વિદાયથી ભાંગી પડ્યા છે. અફઘાનિસ્તાનના એમ્બેસેડર ફરીદ મામુન્દઝઈએ શુક્રવારના રોજ જાણકારી આપી હતી કે, હત્યા શા માટે થઈ અને કયા કારણોસર થઈ તે હજુ સ્પષ્ટરૂપથી સામે નથી આવ્યું.

ફરીદ મામુન્દઝઈએ ટ્વીટર પર લખ્યું હતું કે, કંધારમાં ગુરૂવારની રાત્રે દાનિશની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી ખૂબ જ દુખી છું. ભારતીય પત્રકાર અને પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા દાનિશ સ્પેશિયલ ફોર્સની સાથે હતા. હું તેમને બે અઠવાડિયા પહેલા મળ્યો હતો. ત્યારે તેઓ કાબુલ જવાના હતા. તેમના પરિવારજનો સાથે મારી સંવેદના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments