Homeગામનાં ચોરેઅશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપ સર રાજ કુન્દ્રાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

અશ્લીલ ફિલ્મ બનાવવાના આરોપ સર રાજ કુન્દ્રાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

Team Chabuk-National Desk: બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (shilpa Shetty)ના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra)ની ક્રાઈમ બ્રાન્ચે સોમવારના રોજ ધરપકડ (Arrest) કરી છે. રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ લાગ્યો છે. જે માટે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કલાકો સુધી રાજ કુન્દ્રાની પૂછતાછ કરી હતી. પૂછપરછ પૂર્ણ થયા બાદ કુન્દ્રાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ફેબ્રુઆરી 2021માં રાજ કુન્દ્રાની વિરુદ્ધ ફરિયાદ થઈ હતી.

ક્રાઈમ બ્રાન્ચનું આ વિશે કહેવું છે કે, ફેબ્રુઆરી 2021માં ક્રાઈમ બ્રાન્ચે મુંબઈમાં અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્લિકેશન પર દેખાડવાનો કેસ ફાઈલ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં શુક્રવારે રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેઓ આ સમગ્ર ઘટનાના મુખ્ય સૂત્રધાર છે. જેને લઈ અમારી પાસે પર્યાપ્ત પ્રમાણ છે.

રાજ કુન્દ્રા (Raj Kundra)ની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલમાં લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાતે તેમને મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસ કમિશનરની ઓફિસે પણ લઈ જવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે 9 સપ્ટેમ્બર 1975ના રોજ કુન્દ્રા (Raj Kundra)નો લંડનમાં જન્મ થયો હતો. રાજ મૂળ ભારતીય છે પણ તેમને બ્રિટનની નાગરિકતા પણ મળેલી છે. ભારતમાં તેમની બિઝનેસમેન તરીકેની ઓળખ છે.

આ પ્રથમ વખત નથી કે રાજ કુન્દ્રા (Raj Kundra) વિવાદોના ઘેરામાં આવ્યા હોય. આ પહેલા પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા અને તેના સહયોગી પર બોમ્બે હાઈકોર્ટમાં કેસ ફાઈલ કર્યો હતો. પૂનમે આરોપ લગાવ્યો હતો કે રાજ કુન્દ્રાની કંપનીએ તેની કેટલીક તસવીરોનો ખોટો ઉપયોગ કર્યો છે. જોકે રાજ કુન્દ્રાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા હતા.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા (raj Kundra) રાજસ્થાન રોયલ્સમાં ટીમના સહ માલિક હતા. આઈપીએલની મેચ ફિક્સિંગ અને સટ્ટાબાઝીને લઈ તેઓ લાંબા સમય સુધી શંકાના દાયરામાં રહ્યા હતા. લોઢા સમિતિએ તેમને દોષિત ઠેરવ્યા હતા અને તેમને ક્રિકેટ સાથે જોડાયેલી કોઈ પણ ગતિવિધિમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. ઉપરથી રાજસ્થાન પર બે વર્ષનો પ્રતિબંધ પણ લગાવાવમાં આવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments