Homeગામનાં ચોરેપિતાની હત્યા થઈ ત્યારે સાત વર્ષનો હતો, વીસ વર્ષ બાદ આરોપીને સળગાવી...

પિતાની હત્યા થઈ ત્યારે સાત વર્ષનો હતો, વીસ વર્ષ બાદ આરોપીને સળગાવી મોતને ઘાટ ઉતારી દીધો

Team Chabuk-Gujarat Desk: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જનપદના જાનસઠ પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં આવતી આ ઘટના છે. અહીં અહરોડાના પૂર્વ પ્રધાન માંગેરામની ગોળી મારીને હત્યા નિપજાવી નાખવામાં આવી હતી. હત્યા બાદ પેટ્રોલ નાખી તેની લાશ સળગાવી ઓળખ ભૂંસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર વારદાતમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે સોમવારના રોજ આ ઘટનાના મુખ્ય આરોપી ગોવિંદને ભારે મશક્કત બાદ કાટકા ગામના જંગલ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે એક બંદૂક અને કારતુસ પણ જપ્ત કરેલ છે. જોકે આ સમગ્ર ઘટનામાં હજુ પણ ત્રણ આરોપી ફરાર છે. જેની ધરપકડ માટે પોલીસ દિવસ રાત એક કરી રહી છે.

જણાવી દઈએ કે પોલીસ પૂછપરછમાં જે જાણકારી સામે આવી છે, એ ચોંકાવનારી છે. આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ 27 વર્ષીય ગોવિંદ છે. તેણે વીસ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પિતાના હત્યારાને મોતને ઘાટ ઉતારી બદલો લીધો છે.

આ સમગ્ર વારદાતમાં એસપી અતુલ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલ ગોવિંદે પૂછપરછમાં જણાવ્યું હતું કે વીસ વર્ષ પહેલા તેના પિતા અજયપાલની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક પૂર્વ પ્રધાન માંગેરામ પણ જેલ ગયો હતો. જેના ચાલતા વીસ વર્ષ બાદ આરોપી ગોવિંદે બદલો લેવા માટે સાથીઓની સાથે મળીને આ હત્યાને અંજામ આપી હતી. આ ઘટનામાં પહેલા કેટલાક આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી હવે બાકી રહેલ આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments