Team Chabuk-National Desk: ઈન્દોરની એક કોલોનીમાં છાતીફાડ ગુંડાગર્દી કરનારા અસમાજીક તત્વોના પોલીસે હાડકાં ખોખરા કરી નાખ્યા હતા. મંગળવારની મોડે રાતે જનતા આ દૃશ્ય જોઈ હતભ્રત થઈ ગઈ હતી જ્યારે પગથી સીધા ચાલી, છાતી દેખાડનારાઓ લંગડબાબુ બની ગયા હતા. આ ગુંડાઓ લડખડતા ટાંટીયા સાથે એક કિલોમીટર સુધી ચાલતા રહ્યા હતા. તેમની આજુબાજુ કાયદાનું ભાન કરાવનારી ખાખી ચાલી રહી હતી. આ બદમાશોની એક ઝલક મેળવવા માટે સડક પર ભીડ ઉમટી પડી હતી. તોફાનીતત્વોનાં હાથ અને પગમાં પટ્ટી બાંધેલી હતી અને એકબીજાને ટેકો આપી ચાલી રહ્યા હતા.
ઈન્દોરની વિજયનગર પોલીસે મંગળવારની રાત્રે ગેંગ્સ્ટર સતીશ ભાઉ, ચિન્ટુ ઠાકુર અને શૂટર રિતેશ કરોસિયા અને મોનુ ઉર્ફ સુજીતનું ભર બજારે સરઘસ કાઢ્યું હતું. જોકે આ સરઘસ નહોતું. પોલીસની જીપ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આરોપીઓને એક કિલોમીટર સુધી ચાલીને લઈ જવા પડ્યા હતા, તેવું મુખ્ય પોલીસ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
19 જુલાઈના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યે ઈન્દોરના વિજયનગર પોલીસ ક્ષેત્રમાં આવેલી દારૂની સિંડિકેટ ઓફિસમાં ફાયરિંગ થયું હતું. જેમાં દારૂના વેપારી અર્જુન ઠાકુરને ગોળી લાગી ગઈ હતી. સમગ્ર વિવાદનું કારણ દારૂની દુકાન હતી. પોલીસે ગોળીકાંડના મુખ્ય આરોપી સતીશ, ભાઉં, ચિન્ટુ ઠાકુર અને તેમના મિત્રોની ધરપકડ કરી હતી. ધડાકા કાંડની મધ્યપ્રદેશમાં ખૂબ ચર્ચા થઈ રહી હતી. ખૂદ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કર્યું હતું. ભડાકા કાંડથી શહેરમાં ખૌફનો માહોલ ફેલાઈ ગયો હતો. જેથી પોલીસે તાત્કાલિક આ આવારાતત્વોને પકડી પાડ્યા હતા.
રસ્તા પર જાણે વધૂ હળવે ડગલે ચાલતી હોય એમ મીંદડી બની ગયેલા આ લુખ્ખા તત્વો ચાલતા હતા. ભાઉને તેના મહાલક્ષ્મી નગર ખાતે આવેલા ફ્લેટમાં લઈ જઈ તલાશી લેવામાં આવી હતી. જ્યાંથી પોલીસે એક પિસ્તોલનો કબ્જો લીધો હતો. ભાઉના ઘરથી અયોધ્યાપુરી કોલોનીના કેટલાક પ્લોટ ધારકોની રસીદ પણ હાથ લાગી હતી. પણ પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે તેની અસલી રસીદ માલિકોની પાસે જ હતી. ઘરમાંથી ગેંગસ્ટર ભાઉના ત્રણ મોબાઈલ નંબર મળ્યા. હાલ પોલીસ ભાઉ કોના કોના સંપર્કમાં હતો તેનો મોબાઈલ દ્વારા પતો લગાવી રહી છે.
પોલીસને ગેંગ્સટર સતીશ ભાઉના બેંક ખાતાની પણ જાણકારી મળી છે. તેણે પોતાના સાળા બાબુના નામ પર કેટલીય મિલકતો લઈ રાખી હતી. ભાઉને મહાલક્ષ્મીનગર લઈ ગયા બાદ સૂજીતને સૂરજ નગર, પ્રમોદને રામ નગર અને રિતેશને બંગાળી ચૌરાહા લઈ જવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, અપરાધીઓનાં ઘરમાંથી હથિયારો જપ્ત કરવા માટે તેમને લઈને આવ્યા હતા.
વિજય નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ટીઆઈ તહજીબ કાઝીનું કહેવું છે કે, પોલીસ આરોપીઓનાં ઘરમાંથી હથિયાર જપ્ત કરવા માગતી હતી. સાડા છ વાગ્યે આરોપીઓને તેમના ઘર પર લઈ જવામાં આવ્યા. સૌથી પહેલા ભાઉને મહાલક્ષ્મી નગર લઈ જવામાં આવ્યો. જોકે રસ્તામાં ગાડી ખરાબ થવા પર પગપાળા જ જવું પડ્યું હતું. જ્યાં ભાઉ અને રિતેશના હાથમાં પટ્ટો બાંધેલો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત