Team Chabuk-National Desk: શેરબજારમાં ઓછા સમયગાળામાં, ઓછા રોકાણમાં સારું વળતર મેળવવા માટે આઈપીઓ (IPO) બેસ્ટ ઓપ્શન છે. છેલ્લા ઘણા સમયથી બજારમાં અનેક નવી કંપનીઓ પોતાનું લિસ્ટિંગ કરાવી રહી છે. જેના કારણે રોકાણકારોને IPO થકી સારું એવું વળતર પણ મળી રહ્યું છે. ઘણા IPOમાં રોકાણકારોને રોકાણના ડબલ કરતાં પણ વધુ વળતર મળી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ઓગસ્ટ મહિનામાં IPOની હારમાળા સર્જાઈ છે. આજથી એટલે કે 4 ઓગસ્ટથી એક સાથે ચાર કંપનીઓ IPO લઈને આવી રહી છે. ચારેય મોટી કંપનીઓના IPO આજથી ભરવાનું શરૂ થઈ ગયું છે. તો આવો જાણીએ આ IPO વિશેની તમામ માહિતી.
દેવયાની ઇન્ટરનેશનલ (Devyani International)
ભારતમાં KFC, Pizza Hut અને Costa coffeeની સોથી મોટી ફ્રેન્ચાઇઝી દેવયાની ઇન્ટરનેશનલ લિમિટેડ (Devyani International Ltd) 4 ઓગસ્ટને બુધવારે બજારમાં પોતાનો IPO લઈને આવી રહી છે. દેવયાની ઇન્ટરનેશનલના આઈપીઓ માટે 86-90 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ રાખવામાં આવ્યો છે. પ્રાઇઝ બેન્ડની અપર પ્રાઇઝ પ્રમાણે કંપની પ્રાઇમરી માર્કેટથી 1838 કરોડ રૂપિયા ભેગા કરશે. રોકાણકારો માટે આ IPO 4થી 6 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે. આ IPOના એક લોટમાં તમને 165 શેર મળશે. આ IPOમાં રોકાણકારોએ ઓછામાં ઓછું 14,190 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
વિન્ડલાસ બાયોટેક (Windlas Biotech)
ડોમેસ્ટિક ફાર્માસ્યૂટિકલ્સ ફોર્મૂલેશન કોન્ટ્રાક્ટ ડેવલોપમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMO) પોતાનો IPO આજે 4 ઓગસ્ટના રોજ લોન્ચ કરી રહી છે. કંપની ઈશ્યૂ દ્વારા 401.53 કરોડ રૂપિયા એકઠાં કરશે. કંપનીએ ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ 448-460 રૂપિયા નક્કી કરી છે. આ IPOના એક લોટ સાઇઝમાં તમને 30 શેર મળશે. આ IPOમાં ઓછામાં ઓછું 13,440 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
એક્સારો ટાઇલ્સ (Exxaro Tiles)
વેટ્રીફાઇડ ટાઇલ્સ (Vitrified tiles) બનાવનારી કંપની એક્સારો ટાઇલ્સ (Exxaro Tiles) પણ આજે શેરબજારમાં પોતાનો IPO લોન્ચ કરી રહી છે. આ IPOની પ્રાઇઝ બેન્ડ 118-120 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. આ IPO હેઠળ 1,34,24,000 ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે. તેના દ્વારા કંપનીએ 161.09 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્લાન બનાવ્યો છે. તેમાં રોકાણકારોને 125 શેર મળશે. આ આઈપીઓમાં તમારે ઓછામાં ઓછું 14,750 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ (Krsnaa Diagnostics)
કૃષ્ણા ડાગ્નોસ્ટિક્સ IPOની પ્રાઇઝ બેન્ડ 933-954 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ IPO પણ 4થી 6 ઓગસ્ટ સુધી ભરી શકાશે. આ IPO દ્વારા કંપની 1213.76 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્લાન બનાવી રહી છે. IPOના એક લોટમાં રોકાણકારોને 15 શેર મળશે. IPOમાં 400 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. આઈપીઓમાં મિનિમમ 13,995 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત