Homeગામનાં ચોરે2030માં ભારત કદાચ દરેક ક્ષેત્રનું નેતૃત્વ કરશે

2030માં ભારત કદાચ દરેક ક્ષેત્રનું નેતૃત્વ કરશે

Team Chbauk-Gujarat Desk: અમેરિકાના ટોચના પૂર્વ રાજકારણી રિચર્ડ વર્માનું કહેવું છે કે 2030માં ભારત કદાચ દરેક ક્ષેત્રમાં આગેવાની કરેશે અને વિશ્વના બે મોટા લોકતંત્રની સાથે મળીને મોટી કામગીરી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, 2030ની વાત કરું તો ભારતને વિશ્વના લગભગ તમામ ક્ષેત્રોની આગેવાની કરતા જોઉં છું. એક યુનિવર્સિટીના કાર્યક્રમ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, ભારત ખરેખર ક્ષમતાવાન છે.

રિચર્ડ વર્મા ભારતમાં અમેરિકાના રાજદૂત રહી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. સૌથી વધારે સ્નાતક લોકો છે, મોટી સંખ્યામાં મધ્યમવર્ગ છે, મોટી સંખ્યામાં મોબાઈલ અને ઈન્ટરનેટનો વપરાશ કરનારા લોકો, ત્રીજી સૌથી મોટી સેના અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા. 25 વર્ષની ઉંમરના 60 કરોડ લોકોની સાથે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર સાથે મળીને કામ કરશે.

રિચર્ડે વધુમાં જણાવ્યું હતું કે, આજે આપણી આંખોની સામે દુનિયામાં મોટા પાયા પર વિકાસ થઈ રહ્યો છે. આશરે 2000 અરબ ડોલર આગામી એક દાયકામાં પાયાના વિકાસ કાર્યોમાં ખર્ચ થયા છે. 2030 માટે આવશ્યક અધિકાંશ પાયાના ઢાચાનું નિર્માણકાર્ય બાકી છે. એ જ કારણ છે કે આજે આશરે 100 નવા એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે અને તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારત અને અમેરિકાના કેટલાય હિત અને મૂલ્ય છે. જેને અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની વર્તમાન ભારત યાત્રા સમયે પુનરાવર્તિત કરવામાં આવ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે, બ્લિંકનની ભારત યાત્રા અમારા માટે એ પદ્ધતિઓની ઓળખ લગાવવા માટેનો અવસર પણ છે, જેના થકી અમે ભારતની સાથે વ્યાપક વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરી શકીએ છીએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments